બેખૌફ - પ્રેમ કથા (bekhauf - A Love Story)

नज़रों से नज़रें मिली तो
जन्नत सी महकी फिजायें
लब ने जो लब छू लिया तो
आसमान से बरसी दुआएं
ऐसी अपनी मोहब्बत
ऐसी रूह-ए-इबादत
हम पे मेहरबान दो जहां

तेरी बाहों में ये जिस्म खिल गया
तेरी साँसों में चैन मिल गया
कैसे रहे अब हम जुदा
तेरी पास हम इतने हुए
तेरे ख्वाब अपने हुए
ऐसे हुए अब हम फ़िदा
ऐसी उसकी इनायत
मिट गयी हर शिकायात
हम पे मेहरबान दो जहां

तेरे साये में मिली हर ख़ुशी
तेरी मर्ज़ी मेरी ज़िन्दगी
ले चल तू चाहे जहां
मेरी आँखों में नज़र तेरी है
मेरी शाम-ओ-सहर तेरी है
तू जो नहीं तो मैं कहाँ
खिल गई मेरी किस्मत
पा के तेरी ये चाहत
हम पे मेहरबान दो जहां

કુરબાન ફિલ્મનું આ સોન્ગ સાંભળવા મળે એટલે મજા પડી જાય, મનને શાંતિ મળે અને પ્રેમમાં હૃદય પડે! કરીના કપૂર અને ચૈફ અલી ખાન આ ફિલ્મના મુખ્ય કિરદાર હતા, જે આજે વાસ્તવિક જિંદગીમાં પણ પતિ પત્ની છે. 
શું પ્રેમ આંધળો હોય ખરા!
પ્રેમ તો ઈશ્વરે પણ માણ્યો હતો અને મધ્યકાલીનના રાજાઓએ પણ,અત્યારના જુવાનિયા પણ પ્રેમમાં ક્યાં પાછળ રહે છે… વર્ષો જૂનો પ્રેમ ટાઈમ પાસમાં બદલાય ગયો અને સાત જનમ સાથે રહેવાના વાયદાએ સાચા પ્રેમની ઓળખ આપી દીધી. આજે હું તમારી સમક્ષ મીઠી પ્રેમ કથા રજૂ કરવા જઈ રહ્યો છું,આજના ટાઈમ પાસવાળા જુવાનિયા આ વાર્તાને સમજશે તો મજા આવશે, બાકી પ્રેમમાં તો હું પણ અભણ જ છું હજી!

** બેખૌફ **

કાલ્પનિક જિંદગીમાં પણ સચ્ચાઈ તો હોય જ છે!!!
પ્રેમને જીતવાની કોઈ ચાવી હોય છે? અથવા કોઈ આદર્શ પ્રેમ હોય શકે ખરા?
કહાનીનો નાયક વિવાન જોસીલો, ઉત્સાહિત અને અભ્યાસથી કંટાળી ગયેલ નવયુવાન છે, જે અગિયારમાં ધોરણમાં અભ્યાસ કરે છે, તેના જ કલાસમાં એક માધ્યમ વર્ગીય  શાંત અને સુશીલ દેખાતી “આરુહી” પણ અભ્યાસ કરે છે, ખૂબસૂરતી તેના મનમાં પર પણ છે અને તેના ચહેરા પર પણ.
વિવાન ઘણી છોકરીઓ સાથે મિત્રતા રાખે છે ત્યારે આરુહી કોઈ છોકરા જોડે વાત પણ નથી કરતી, ખેલતા કૂદતાં વિવાનમાં મોટો ફૂટબોલ બનવાનું સ્વપ્ન છે અને તે રોનાલ્ડોનો મોટો ચાહક છે જ્યારે આરુહીના મગજમાં કેન્સરની દવા શોધવાનું ભૂત સવાર છે અને તે પોતાના બાયોલોજીના શિક્ષક “અમોલ પાલિકરની” મોટી ચાહક છે. વિવાનને આજના જમાનાના “હની સિંહના” ગીતો સાંભળવા પસંદ છે જ્યારે યશસ્વીને “કિશોર દા, આશા ભોંસલેના” ગીતો પર બધાથી છુપાઈને નાચવું વધારે પસંદ છે. વિવાન ફિલ્મોનો શોખીન છે જ્યારે આરુહી પુસ્તકો વાંચવાની શોખીન છે. બંનેમાં માત્ર બે જ સમાનતા છે, ‘બંને મોડર્ન વિચારોવાળા છે, બંનેને જિંદગીમાં કંઈક કરવું છે”
બધાની નજરે આરુહી ખૂબ જ બોરિંગ છે, બધા તેનાથી દૂર જ રહેવાનો પ્રયત્ન કરે છે. કલાસના બધા વિદ્યાર્થી તેના વિશે ઘણી ખરાબ વાતો કરતા હોય છે, આજના જુવાનિયા પણ ખરા છે હો, ‘તેને જે છોકરી ભાવ ન આપે તે છોકરી ખરાબ હોય અથવા તો તેના મનમાં અહંકાર હોય’ આરુહી ખૂબ સારી છોકરી હતી અને તે પણ છોકરાઓ સાથે વાત કરવા ઇચ્છતી હતી પરંતુ વાત કરી નહોતી શકતી, બાળપણથી જ તે છોકરાઓથી દૂર રહી છે અને તેને કોઈ ભાઈ નથી જેથી છોકરાઓ સાથે તે સરળતાથી વાતો નથી કરી શકતી. 
આરુહીની એક ખાસ બહેનપણી છે “યસશ્વિ”. યસશ્વિ અરુહીથી બિલકુલ અલગ છે, હંમેશા હસતી-ખીલતી યસશ્વિની ફેશનથી ખૂબ લગાવ છે, તેને શોપિંગ કરવી ખૂબ જ પસંદ છે. તેનું જિંદગીમાં કંઈ ખાસ સ્વપ્નું નથી, બસ તેને હંમેશા ખુશ રહેવું છે. પોતાની જિંદગી જીવવી છે અને બધાથી આઝાદ રહેવું છે. યસશ્વિ ખૂબ જ બોલકણી છોકરી છે જેને બોલ્યા સિવાય નથી ચાલતું. યસશ્વિ અને આરુહી બાળપણથી જ સાથે છે અને ખાસ મિત્ર છે. નાની-મોટી લડાય તો મિત્રતામાં આમ વાત છે અને જે મિત્રતામાં લડાય-ઝગડા, એક-બીજાથી નારાજગી ન હોય તો તે કેવી મિત્રતા!
વિવાનના ત્રણ મિત્રો છે, ‘ચેતન, કૃતાર્થ અને રાજેશ’. આ ગ્રૂપમાં લીડર જેવું કંઈ ન હતું, બધા સમાન હતા. 3 Idiot જેવી તેમની મિત્રતા હતી, ફરક માત્ર એટલો હતો કે તેમનામાં રેંચો જેવી ચતુરાઈ ન હતી કે ફરહાન જેવી કલાકારી. ચારેયમાંથી રાજેશ ખૂબ હોંશિયાર હતો અને બાકી બધા મોજશોખ વાળા. વિવાને બોર્ડની પરીક્ષામાં ખૂબ સારું એવું પ્રદર્શન કર્યું હતું પરંતુ હવે તેને શિક્ષણમાંથી રસ ઉડી ગયો હતો અને તેનું કારણ હતું ફૂટબોલ તરફનું આકર્ષણ.
વિવાને દસમાં ધોરણમાં પહેલી વખત એક છોકરીને પ્રપોઝ કર્યો હતો અને ત્યારે તે છોકરીએ વિવાનના પ્રપોઝલને રિજેક્ટ કરી દીધું હતું જેના કારણે તેમના મિત્રો સામે તેની ઈજ્જત ગઈ ‘તી, ત્યાર પછી વિવાને ક્યારેય કોઈ છોકરીને પ્રપોઝ નથી કર્યું.
.
.
.
>  >  >  > >  >  >  >  >  >  >  >  >  > >  >  >  >  >  >
આ તો શરૂવાત છે, માત્ર વાર્તાને INTRODUCE કરવા માટે.
દર સોમવારે આ પ્રેમ કથાનો ભાગ તમારી સમક્ષ રજુ થતો રહેશે. મને આશા છે તમને આ વાર્તા પસંદ આવશે, તમે તમારા પ્રતિભાવો નીચે કોમેન્ટ અથવા જમણી બાજુના પર્સનલ સંદેશ બોક્સમાં લખીને મોકલી શકો છો. આ વાર્તા માત્ર મનોરંજન માટે છે.
(Blog થી Update રહેવા માટે જમણી બાજુમાં -Follow My Blog- પર ક્લિક કરો.

Comments