બેખૌફ - પ્રેમ કથા (ChAPTER : B)
“प्यार दीवाना होता है, मस्ताना होता है।
हर खुशी से, हर गम से बेगाना होता है।
शमा कहे परवाने से परे चला जा
मेरी तरह जल जाएगा, यहाँ नहीं आ
वो नहीं सुनता, उस को जल जाना होता है।
रहे कोई सौ परदों में, डरे शर्म से
नजर अजी लाख चुराए, कोई सनम से
आ ही जाता है जिस पे दिल आना होता है।
सुनो किसी शायर ने ये कहा बहोत खूब
मना करे दुनिया लेकिन मेरे मेहबूब
वो छलक जाता है। जो पैमाना होता है।”
Composed By : R. D. Burman
Lyrics By : Anand Bakshi
Sung By : Kishor Kumar
हर खुशी से, हर गम से बेगाना होता है।
शमा कहे परवाने से परे चला जा
मेरी तरह जल जाएगा, यहाँ नहीं आ
वो नहीं सुनता, उस को जल जाना होता है।
रहे कोई सौ परदों में, डरे शर्म से
नजर अजी लाख चुराए, कोई सनम से
आ ही जाता है जिस पे दिल आना होता है।
सुनो किसी शायर ने ये कहा बहोत खूब
मना करे दुनिया लेकिन मेरे मेहबूब
वो छलक जाता है। जो पैमाना होता है।”
Composed By : R. D. Burman
Lyrics By : Anand Bakshi
Sung By : Kishor Kumar
પ્રેમ કેવી રીતે થાય છે? શું પ્રેમ ઘડીભરમાં પણ થઈ શકે? શું પ્રેમ કરવાની કોઈ ઉંમર હોય છે? ભારતના સંવિધાનમાં લગ્ન કરવાની ઉંમર નક્કી કરવામાં આવી છે પરંતુ પ્રેમ કરવાની ઉંમર કેમ નક્કી કરવામાં આવી નહીં હોય?
સવાલો ઘણા છે પણ હું તે સવાલોના બોઝ નીચે દબાવવા નથી માંગતો અને તમારે પણ તેવા સવાલોને દરકિનારે કરી દેવા જોઈએ. આ કહાનીનો નાયક ઈચ્છે છે કે, ‘પ્રેમ વિશે કોઈ સવાલો હોવા ન જોઈયે કારણ કે સવાલો આપણને ગુમરાહ કરે છે અને પ્રેમમાં ગુમરાહ થવું ન જોઈએ”
તો ચાલો હવે, નકામી વાતોથી મારે તમને ગુમરાહ કરવા નથી, કારણ કે… કહાનીના નાયક સાથે તમારે પણ પ્રેમમાં પાડવાનું છે. અરે! ભાઈ હું છોકરીની વાત નથી કરતો, આ કહાનીની વાત કરું છું. તો તમે કહાનીના પ્રેમમાં પડવા તૈયાર છો ને?
તમારી “હા” હોય તો પાટી દખતર ખોલો અને લાખો…
CHAPTER : “B”
વિવાનની નજર ‘આરુહી’ પર જ્યારે પહેલી વખત ગઈ ત્યારે બેકગ્રાઉન્ડ ગીત વાગ્યું, “प्यार दीवाना होता है, मस्ताना होता है…” અને વિવાનને તેની સાથે પહેલી નજરનો એક તરફો પ્રેમ થઈ ગયો, વિવાનની નજરે રોમેન્ટિક ફિલ્મની માફક પરિસ્થિતિ સર્જાય, ‘આરુહીના ચહેરા પર Close Up આવ્યું, આરોહીના શબ્દોની ફ્રિકવન્સી શૂન્ય થઈ ગઈ, ધીમા ધીમા તેના વાળ ઉડવા લાગ્યા, જાણે કે બધું જ સ્લો-મોશન થઈ ગયું હોય અને કલાસ રૂમમાં પ્રેમની ફુલજલી થતી હોય તેવો ચમકતો માહોલ થઈ ગયો’ વિવાન પણ પોતાના સ્વપ્નભેદી અવકાશમાં પહોંચી ગયો, તેને થયું કે અહીંયા કોઈ નથી એટલે આરોહીનો હાથ પકડવા પોતાનો હાથ લાંબો કર્યો ત્યાં જ અચાનક વિવાનને પોતાના કપાળમાં ચોક લાગ્યો અને બધા સ્વપ્નદર્શી દ્રશ્યો એકદમથી ગાયબ થઈ ગયા.
ઘણા વિદ્યાર્થી વિચારોના પ્રેમમાં ફસાયા હતા તો ઘણા વિદ્યાર્થી બોર્ડ પર ભૂંસાય ગયેલા શબ્દો અને શિક્ષકના સ્વરેથી નીકળતા ઝડપી શબ્દોને પોતાના મનના મસ્તિષ્કમાં સાચવવા મથામણ કરી રહ્યા હતા, અભ્યાસમાં પહેલા દિવસનો ઉત્સાહ કોને ન હોય! લાંબા ગાળાના વેકેશન પછી હવે, નવી દિશા પકડવા ઘણાના ચહેરા પર નવો ઉમંગ હતો, બોર્ડની ડાબી બાજુ એ કેલેન્ડર લટકાવ્યું હતું અને તેની બાજુમાં ‘મેન્ડેલીફે’ બનાવેલું “આવર્ત કોષ્ટક” દિવાલ પર ચીપકાવવામાં આવ્યું હતું. કલાસમાં ટોટલ બે પંખા છે અને તેની હવા નીચે 46 વિદ્યાર્થી અભ્યાસ કરે છે, જેમાંથી 15 છોકરીઓ છે અને 31 છોકરાઓ અભ્યાસ કરે છે.
ઘણા વિદ્યાર્થી માટે દોઢ કલાકનો બોરિંગ ગણાતો લેક્ચર પૂરો થઈ ગયો એટલે બધા જ ફટાફટ બહાર નીકળી ગયા, આરોહી પણ ચાલી ગઈ.
યસશ્વિ તો પહેલાથી જ રાજેશ,ચેતન, કૃતાર્થ અને વિવાનની મિત્ર હતી, જો કે બેસ્ટ ફ્રેન્ડ તો ના જ કહેવાય. રફ ભાષામાં કહું તો ‘કાચા મિત્રો’ હતા. તે બધા દશમાં ધોરણમાં એક જ કલાસમાં અભ્યાસ કરતા જેને કારણે આછી-પાતળી મિત્રતા થઈ હતી. હજુ પણ વિવાન આરોહીને મળવાના વિચારોમાં ખોવાયેલ હતો, વિવાનને પોતાના મગજમાં ક્યાંક ને ક્યાંક એવું થઈ ગયું હતું કે, ‘તે છોકરીને મારે પ્રપોઝ કરવો જ છે’
મનમાં ઉપજેલો વિચાર, મનના મસ્તિષ્કમાં રહેલી દિવ્ય શક્તિને લીધે કેટલી હદ સુધી સફળ બને છે તે આપણે જોવાનું છે. બ્રેકમાં બધાએ નાસ્તો કર્યો અને મસ્તી-મજાક કરી, પરંતુ વિવાન અંદારને અંદર બ્રેક પૂર્ણ થવાની રાહ જોઈ રહ્યો હતો, બધાને પસંદીદાર બ્રેક તેના હૃદયને ખટકી રહી હતી, તેના મિત્રોની વાત પર તેને હસવું નહોતું આવતું.
શું આરોહી ક્લાસની સૌથી સુંદર છોકરી હતી એટલે વિવાનને તેની સાથે પ્રેમ થઈ ગયો? શું પ્રેમ માત્ર શરીરના સૌંદર્ય સાથે જ જોડાયેલ હશે? ના, પ્રેમ શરીરની સૌંદર્યતાથી નથી થતો. માત્ર હું એવું નથી માનતો પણ સાથે સાથે આરોહી અને વિવાન પણ એવું જ કંઈક માને છે અને સમજે છે. તમે થોડું વિચારો, પ્રેમ વિનાની સૃષ્ટિ કેવી દુર્લભ લાગશે, જિંદગીમાં એકવાયું રહેવું કેટલું મુશ્કેલ બની જાય છે, જો હૃદયમાં પ્રેમ નહીં હોય તો જીવન જીવવામાં વિકૃતિ આવશે, કારણ કે પ્રેમમાં દુનિયા શાંત અને આદર્શ રહે છે.
વિવાનના વિચારોમાં હજી પણ પેલું રોહીનું સ્લો-મોશન ચાલી રહ્યું હતું, વિવાન છોકરીઓના ગ્રૂપમાં ડોક્યુ કાઢ્યા રાખતો પરંતુ નાનકડા ગ્રાઉન્ડમાં પણ તે ક્યાંય નહોતી દેખાતી, નિરાશામાં તેને બ્રેક પૂર્ણ થવાની આશા દેખાઈ રહી હતી. બસ, વિવાનના મનમાં ચાલતો સમય બદલાય ગયો હતો કારણ કે બ્રેક હવે પૂર્ણ થઈ ગઈ હતી, મેથ્સનો લેક્ચર હતો, વિવાન ઝડપથી કલાસમાં ચાલ્યો ગયો, આશા હતી કે આરોહી ત્યાં જ બેઠી હશે, પરંતુ આરોહી તો હજુ કલાસમાં આવી જ ન હતી, વિવાનના વિચારોમાં બીજી એક વાત પણ ઘૂમી રહી હતી, ‘તે છોકરી વિશે મિત્રોને વાત કરવી કે નહીં’ વિવાન તો તૈયાર ન હતો કારણ કે તેને ખબર હતી કે બધા મિત્રો મારી મજાક ઉડાવશે.
ધીમે ધીમે બધા જ કલાસમાં આવવા લાગ્યા, પરંતુ આરોહી હજુ કલાસમાં આવી નહીં. આરોહીના ચક્કરમાં વિવાન મૂત્ર વિસર્જન કરવાનું પણ ભૂલી ગયો હતો. જ્યારે પ્રેશર પ્રેમનું હોય ત્યારે બાકીના બધા પ્રેશર નજરઅંદાજ થઈ જાય. મેથ્સના શિક્ષક પણ કલાસમાં આવી ગયા, બધાએ ઉભા થઈ શિક્ષકની ઈજ્જત રાખવા, “ગુડ મોર્નિંગ” કહ્યું, કલાસની સંખ્યા ઓછી થઈ ચૂકી હતી, છોકરીઓ માત્ર 3 જ અને છોકરાઓ 20 છોકરાઓ, આરોહીના વિચારમાં વિવાન એ જ ભૂલી ગયો હતો કે જેણે બાયોલોજી વિષય રાખ્યો હશે તે તો બાયોલોજીના કલાસમાં જશે.
વિવાને કૃતાર્થને પૂછ્યું, “કલાસ કેમ અડધો થઈ ગયો છે?”
“મગજ, જેણે બાયોલોજી વિષય રાખ્યો હશે તે થોડા મેથ્સનો લેક્ચર એટેન્ડ કરવા આવશે.” કૃતાર્થ બોલ્યો.
“ઓહઃ બાપ રે!” વિવાનના તો હોશ ઉડી ગયા.
વિવાનની ગભરાવાની સ્થિતિ જોઈને કૃતાર્થ બોલ્યો, “કેમ શું થયું?”
પણ વિવાનનું ધ્યાન તો ભટકેલું હતું.
“અરે! થયું છે શું બોલ ને?” કૃતાર્થ જોરથી બોલ્યો એટલે શિક્ષકે કહ્યું, “અવાજ નહીં” લગભગ શિક્ષકોની આવી આદત જ થઈ ગઈ હશે.
“કંઈ નથી થયું, હવે મારે પણ બાયોલોજી રાખવું છે.”
“શું?” આ સીરિયલમાં વહુ સાસુને આપે એવો પોઝ તો ન હતો પરંતુ વિવાનના મિત્રોમાં થોડી ગરમાહટ તો આવી જ ગઈ હતી. કારણ કે કૃતાર્થને બાયોલોજી જ રાખવું હતું પણ વિવાને પરાણે તેને મેથ્સ રખાવડાવ્યું હતું જેને કારણે કૃતાર્થનો ગુસ્સો પણ આવશ્યક છે.
“કેમ અચાનક તારે બાયોલોજી રાખવું છે?” અને તેમાં ઉમેરતા રાજેશે કહ્યું, “મેથ્સમાં છોકરીઓ ઓછી છે એટલે.”
તંગ અવાજમાં વિવાને કહ્યું કે, “એવું કંઈ નથી.” સાથે સાથે વિવાન ક્લાસમાંથી નીકળવાનો વિચાર પણ કરી રહ્યો હતો.
“તે જ મારા પર પ્રેશર મૂક્યું હતું ને મેથ્સ સિલેક્ટ કરવા માટે.” કૃતાર્થે કહ્યું.
“બાયોલોજીમાં કંટાળો આવે, એવો બોરિંગ લેક્ચર આપણે નથી રાખવો” ચેતને કહ્યું.
“મેં મારા પપ્પા સાથે પણ ફાઇનલ કરી નાખ્યું છે, હવે હું તો નથી જ બદલવાનો” રાજેશે કહ્યું.
બધાનો જવાબ આપવા અને બધા સાથે દલીલ કરવા માટે વિવાન સક્ષમ ન હતો, તેણે કલાસની બહાર નીકળવાનું મન બનાવી લીધું હતું. શું વિવાન આરોહીને જોઈને પાગલ થઈ ગયો હતો? તેણે મેથ્સના ક્લાસને છોડીને બાયોલોજીના કલાસમાં જવાનો નિર્ણય લઈ લીધો. વિવાનને તો કેમેસ્ટ્રી પણ વ્યવસ્થિત નથી આવડતું તો બાયોલોજી શું આવડવાનું.
તે ઝડપથી પોતાની બેન્સ છોડીને ચાલવા લાગ્યો, ત્યાં મેથ્સના શિક્ષકે તેને રોકી લીધો.
“ક્યાં જાય છે?”
એટલે વિવાને જવાબ આપ્યો, “મારે બાયોલોજી રાખવું છે.”
“ઓકે ગો” શિક્ષકના બોલવાની સાથે જ વિવાન કલાસમાંથી નીકળી ગયો.
પ્રેમને ના વિજ્ઞાન સમજી શકશે કે ના કોઈ મનુષ્ય, આમ પણ પ્રેમની વ્યાખ્યા કરવી ખૂબ મુશ્કેલ છે… અવસર મળે તો તમે પણ પ્રેમ કરજો, સારું લાગશે. પ્રેમ માત્ર છોકરા-છોકરી વચ્ચે જ નથી થતો પરંતુ તે તમામ સાથે થાય છે કે જેને આપણે આપણા હૃદયમાં સ્થાન આપવા માંગીએ છીયે. પછી તે પ્રાણી પણ હોય શકે અને પદાર્થ પણ હોય શકે.
【 કહાની સારી લાગી હોય તો ત્રીજું ચેપ્ટર વાંચવા બ્લોગની ડાબી બાજુ પર Follow My Blog પર ક્લિક કરો, Commant કરો, Intresting, Like, Funny અથવા Cool પર click કરો】
Comments
Post a Comment