મહારાષ્ટ્રમાં મહાસંગ્રામ મહામુસીબતમાં

Image result for महाराष्ट्र चुनाव 2019
જ્યારે પણ રાજકારણમાં કઇંક આસાન લાગે ત્યારે જ નવો ગોટાળો સામે આવી જાય, ભાજપ શાસિત દેશમાં પૂર્વ ભાજપ શાસિત રાજ્ય મહારાષ્ટ્રમાં ખૂબ મોટો ગોટાળો ચાલી રહ્યો છે, તમને સમજાય છે ખરું કે શું થઈ રહ્યું છે, બધા નેતા માત્ર એક જ  વાત કરે છે કે મહારાષ્ટ્રની જનતાનું ભલું થાય, પરંતુ રાજકારણમાં દેખાડવાના દાત પણ અલગ હોય છે અને ચાવવાના…
આખો દેશ આખો દિવસ મહારાષ્ટ્રના ચુનાવ નતીજા જોવા માટે ટીવી સામે બેસી ગયા હતા, આ ભૂતકાળ તમને પણ યાદ હશે. સવારથી હતું કે આજ નો દિવસ તો ભાજપાનો છે અને નેક્સ્ટ મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્રભાઈ જ હશે પરંતુ આજે હાલાત સાવ જુદા છે. બીજેપી વાળા પણ માનો મન વિચારતા હશે કે સાલી માત્ર 15 સીટ વધારે આવી ગઈ હોત તો શું જતું હતું, પણ સાચું કહું તો આ જ તો મજા છે રાજકારણની. રાજકારણમાં આવી પેચિદગી હોવી જ જોઈએ નહિતર લાગતું નથી કે દેશમાં ચુનાવ હોય. મહારાષ્ટ્ર અને હરિયાણામાં ચુનાવ થયા ત્યારે જે ચુનાવમાં ઠંડક લાગતી હતી તેમાં જોરદાર ગરમાવો આવ્યો છે.
મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન તો લાગ્યું, હવે જોઈએ શું થશે? બીજેપી વાળા પાક્કા એવા કે પહેલા જ પોતાના હાથ બહાર ખેંચી લીધા, ભાઈઓ એ ભી સમજદાર છે કે અત્યારે સરકાર કોઈ ભી બનવાની પણ છેલ્લે ખુરચી તો આપણી જ રહેશે.

Comments