આ તો ગોખવાનું જ્ઞાન છે.. જે બધા માટે અજ્ઞાન છે. || Best Education System 2020
[HSC and SSC result 2020 : www.GSEB.ORG (Gujarat result - 2020)
CBSC SSC RESULT : http://cbseresults.nic.in/cbseresults_cms/Public/Home.aspx]
CBSC SSC RESULT : http://cbseresults.nic.in/cbseresults_cms/Public/Home.aspx]
हमने सुना था एक है भारत सब मुल्कों से नेक है भारत
लेकिन जब नजदीक से देखा सोच समझ कर ठीक से देखा
हमने नक्शे और ही पाए बदले हुए सब तौर ही पाए
एक से एक की बात जुदा है, धर्म जुदा है जात जुदा है
आप ने जो कुछ हम को पढाया, वह तो कही भी नज़र न आया |
जो कुछ मैंने तुम को पढाया, उसमे कुछ भी झूठ नहीं
भाषा से भाषा न मिले तो इसका मतलब फूट नहीं
इक डाली पर रह कर जब फूल जुदा है पात जुदा
बुरा नहीं गर यूँ ही वतन में धर्म जुदा हो जात जुदा |
वही है जव कुरआन का कहना, जो है वेद पुरान का कहना
फिर ये शोर - शराबा क्यों है, इतना खून - खराबा क्यों है ?
सदियों तक इस देश में बच्चो रही हुकूमत गैरों की
अभी तलक हम सबके मुँह पर धुल है उनके पैरों की,
लडवाओ और राज करो, यह उन लोगो की हिकमत थी
उन लोगों की चल में आना हम लोगों की जिल्लत थी,
यह जो बैर है इक दूजे से यह जो फुट और रंजिश है
उन्ही विदेशी आकाओं की सोची समझी बखशिश है |
कुछ इन्सान ब्रहान क्यों है, कुछ इंसान हरिजन क्यों है,
एक की इतनी इज्जत क्यों है, एक की इतनी ज़िल्लत क्यों है ?
धन और ज्ञान को ताकत वालों ने अपनी जागीर कहा
मेहनत और गुलामी को कमजोरों की तक़दीर कहा,
इन्सानों का यह बटवारा वहशत और जहालत है
जो नफ़रत की शिक्षा दे वह धर्म नहीं है , लानत है,
जन्म से कोई नीच नहीं है, जन्म से कोई महान नहीं
करम से बढ़कर किसी मनुष्य की कोई भी पहचान नहीं |
ऊँचे महल बनाने वाले फुटपाथों पर क्यों नहीं रहते है,
दिन भर मेहनत करने वाले फाकों का दुख क्यों सहते है ?
खेतों और मिलों पर अब तक धन वालों का इजारा है
हमको अपना देश प्यारा, उन्हें मुनाफा प्यारा है,
उनके राज में बनती है हर चीज़ तिजारत की खातिर
अपने राज में बना करेगी सब की जरुरत की खातिर,
अब तो देश में आज़ादी है अब क्यों जनता फरियादी है,
कब जएगा दौर पुराना, कब आएगा नया जमाना ?
सदियों की भूख और बेकारी क्या इक दिन में जाएगी,
इस उजड़े गुलशन पर रंगत आते आते आएगी,
ये जो नये मनसूबे है ये जो नई तामीरे है
आने वाली दौर की कुछ धुधली -धुधली तस्वीरे है,
तुम ही रंग भरोगे इनमें तुम ही इन्हें चमकाओगे
नवयुग आप नहीं आएगा नवयुग को तुम लाओगे ।
[શિક્ષાપાત્ર ગીતના રચયિતા એન. દત્તા છે, ગાયક એમ.ડી. રફી અને આશા ભોસલે છે. આ હિન્દી ગીતને ફિલ્મ દીદીમાં સમાવેશ કરવામાં આવ્યું, આ ફિલ્મ ૧૯૫૯ માં રિલિજ કરવામાં આવી હતી જેમાં સુનિલ દત્તે મુખ્ય ભૂમિકા ભજવી હતી.]
શું કહેવું અને શું ન કહેવું! સત્ય કડવું હોય છે એ વાત મને બાળપણમાં શીખવવામાં આવી હતી જે આજે પણ પ્રબળ રીતે યાદ છે કારણ કે તેની જરૂરિયાત વારંવાર ઊભી થાય છે. પણ સાચે જ સત્ય કડવું હોય છે?.. કોઈએ મારા સાચા વખાણ કર્યા અથવા કોઈએ મારી કાબિલિયતને બિરદાવી તો મને તે સત્ય કડવું કેવી રીતે લાગશે! સત્ય કડવું નથી હોતું પણ ટીકા કડવી હોય છે, તો સજ્જ રહેજો કડવો કટોરો પીવા માટે કારણ કે આજે હું આપણી શિક્ષણ વ્યવસ્થા વિષે વાત કરીશ. બધાને ખબર છે કે આપણી શિક્ષણ વ્યવસ્થા સારી છે! ખૂબ સારી નહીં.
મહાન દિગ્ગજોએ શિક્ષણ વિષે મહાન મહાન વાત કરી પરંતુ આપણે ઊભા થઈ પેન્ટ ખખેરી વિચાર્યા વિના તાબડતોબ કામે લાગી ગયા એટલે મહાન દિગ્ગજોના વિચારો માત્ર વિચારોમાં જ રહી ગયા, ઇંપ્લીમેંટ થઈ શક્યા નહીં. વર્ગખંડમાં શિક્ષક એક વાત ખૂબ જ મજબૂતાઈથી શીખવાડે છે કે, ‘પાયો મજબૂત રાખો, નહિતર ઇમારત પડી ભાંગશે.’ આ વાત સત્ય છે પરંતુ સત્ય વાત જે શીખવાડે છે તે જ લાગુ નથી પાડી શકતા કારણ કે આપણાં શિક્ષણનો પાયો જ કાચો છે. બાળપણથી માત્ર આપણને સાત-આઠ સિલેક્ટિવ વિષયો જ ગોખાવામાં આવ્યા છે જેમાં ગણિત, વિજ્ઞાન, સમાજવિદ્યા, ઇંગ્લિશ, ગુજરાતી વગરે… પરંતુ સાચે જ જિંદગીના માત્ર સાત-આઠ વિષય છે? ક્યારેક ગણવાનો પ્રયત્ન કરજો અનેક વિષયો મળી જશે. શું સબંધ એક વિષય નથી? આજે આપણે સબંધ સાચવવામાં ઘણી વખત માર ખાઈ જઇયે છીએ, મિત્રો સબંધ તો આખુ એક રહષ્ય છે, જેના વિષે વધુ વાતો થવી જોઈએ. દુનિયામાં એક નજર ફેરવો તો ખબર પડશે કે વિજ્ઞાનથી પણ ઉપર સબંધ છે. એવા તો કેટલાય વિષય પ્રેમ, ફિલોસોફી, આત્મવિશ્વાસ, માનવતા, દુનિયાના રહષ્યો, આત્મ રક્ષણ વગેરે… આ બધા વિષયો ગોખવા માટેના નથી પણ કેળવણી માટે છે. ગોખેલું જ્ઞાન પરીક્ષા સુધી યાદ રહશે પણ કેળવણી આખી જિંદગી માટે રહશે.
આપણું માનવું છે કે પ્રેક્ટિકલ માત્ર કેમેસ્ટ્રી અને ફિજિક્સમાં જ હોય છે પરંતુ એ જ આપણી ગેરસમજન છે કારણ કે કચરો કચરા પેટીમાં નાખવો જોઈએ એ વાત આપણને બાળપણમાં શીખવવામાં આવી હતી છતાં આપણે કચરો મનફાવે ત્યાં નાખી દઈએ છીએ કારણ કે તેનું પ્રેક્ટિકલ આપણે કર્યું ન હતું. ઘણા વિચારશે કે આ વાતનું પ્રેક્ટિકલ કેવી રીતે થાય? લેખક તો પાગલ છે! પણ શક્ય છે… બાળપણમાં જેવી ટેવ આપણી પડી હશે એવી જ ટેવ આગળ જ કાયમી રહશે. સારી ટેવની કેરવણી થઈ હશે તો આખી જિંદગી એ સારી ટેવ આપણમાં રહશે. ક્લાસરૂમમાં વિધ્યાર્થીને માત્ર જ્ઞાન આપવાથી કેરવણી નથી આવતી, બાળકોને કચરાટોપીમાં દરરોજ કચરો નાખવો જોઈએ અથવા તેને લગતી તમામ કેળવણી શારીરિક રીતે કરાવવી જોઈએ. માત્ર લાઇનમાં ચાલવાથી શિસ્ત નથી આવતી.
“૧+૧ = ૨” એ જીવનમાં ઉપિયોગી ગણિત છે જે શીખવવું જોઈએ પરંતુ જે ગણિતનો ઉપિયોગ જ નથી એ શીખવાવથી શું ફાયદો થશે? ‘માથાના દુખાવા શિવાય કંઇ નહીં.’ જે મુદ્દાનો વાસ્તવિકતા સાથે કોઈ સબંધ જ નથી તે મુદ્દા શીખવાથી શું ફાયદો થશે… કંઇ નહીં. બાળકોને રાજા મૃણૂકદેવ ત્રીજો ભણાવવામાં આવશે પરંતુ ‘દેશના રાષ્ટ્રપતિ કોણ છે?’ એ શીખવવામાં નહીં આવે. દેશના ૮૦ ટકા વિધ્યાર્થીને વાતની જાણકારી નથી કે, ‘આપણાં શિક્ષણ મંત્રી કોણ છે?’ દેશમાં ચાલે છે 4g અને 2g ના સિમ વહેંચવામાં આવે એવી વાત અત્યારે આપણી શિક્ષણ વ્યવસ્થામાં થઈ રહી છે. બે વર્ષમાં શહેરની સૂરત બદલાય જાય છે પણ આપણાં પાઠ્યપુસ્તકમાં 20 વર્ષે પણ તે જ કોપી પેસ્ટ ચાલ્યા કરે છે.
જ્યાં સુધી વાસ્તવિક રિવોલ્યુશનની વાત પુસ્તક સુધી નહીં પહોંચે ત્યાં સુધી આપણી શિક્ષણ વ્યવસ્થા ભંગાર જ રહશે. 10G ના જમાનામાં પણ આપણે 2G ની જ વાતો કરતાં રહેશું. કોઇકે કરેલા પ્રયોગો ભણી ભણીને આખી જિંદગી નીકળી જશે પણ આપણે એક પ્રયોગ નહીં કરી શકીએ. આપણાં દસમા ધોરણના વિધ્યાર્થી કરતાં અમેરિકા અને કેનેડાના પહેલા ધોરણના વિધ્યાર્થી વધારે સ્માર્ટ છે. કારણ કે આપણે ગોખવામાં માનીએ છીએ અને તે લોકો શોધખોળમાં વધારે માને છે. આપણે શિક્ષણ ભણી રહયા છીએ, ગણી નથી રહ્યા. શા માટે નથી ભણેલા મહાન બિઝનેસમેન બને છે અને ભણેલા તેની નીચે નોકરી કરે છે. ક્યારેક વિચાર કરજો… જો ધીરુભાઈ અંબાણી ગ્રેજ્યુએટ થયા હોત તો તે આવડું મોટું એમ્પાયર બનાવી શકત!
આપણી શિક્ષણ વ્યવસ્થામાં થોડીક ખૂબી છે અને હજારો ખામીઓ. 23 વર્ષમાં હું માત્ર અભ્યાસ કરું તો તે 23 વર્ષનો અભ્યાસ મારી પાછળની જિંદગીમાં કેટલો કામે લાગશે, આપણને જટિલ ગણિતની ગણતરી શીખવાડવામાં આવે છે પરંતુ તે ગણિત સાચે જ જિંદગીમાં ઉપિયોગી થાય છે. ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ ક્યારેક માધ્યમિકન પ્રમાયો સોલ્વ કરવાનો પ્રયન્ત કરજો… પ્રમયો તો શું, આપણે ગણિતની સિમ્પલ ગણતરી પણ કેલ્ક્યુલેશનની મદદથી કરવા લાગ્યા છીએ. હવે આપણી પાસે સુવિધા છે તો પછી ખોટી મહેનત શા માટે કરવી? શીખવું જરૂરી છે પરંતુ શિખેલું જિંદગીમાં કામ તો આવવું જોઈએ ને!
શિક્ષણ એવું હોવું જોઈએ કે જે આપણને કંઈક નવું વિચારવા માટે પ્રેરે, પરંતુ આપણું શિક્ષણ માત્ર ને માત્ર ગોખણપટ્ટી લાયક જ રહી ગયું છે, જેનું મુખ્ય કારણ છે ‘પરીક્ષા’ પરીક્ષા હોવી જોઈએ પરંતુ ગોખેલા જ્ઞાનના આધારે નહીં પણ કંઈક તર્ક અને પ્રયોગોના આધારે હોવી જોઈએ. શિક્ષણ સહેલું નહીં પરંતુ ભારવિહીન બનાવવું જોઈએ.
તમે તમારા જીવનની વીસ વર્ષ પહેલા કલ્પના કરો! કેવું હતું જીવન? અને તેની સરખામણી આજની જિંદગીમાં કરો, લાગશે કે આખી સદી પરીવર્તન પામી ગઈ છે. રેડિયોથી લઈ ટીવી સુધી અને ટીવીથી લઈ સ્માર્ટ ફોન સુધીના રિવોલ્યુશન માત્ર તમે 20 વર્ષમાં જોઈ ચૂક્યા છો ને હવે તો ઓનલાઈનનો જમાનો સામે દેખાય છે. આ તમામ રિવોલ્યુશનમાં ભારતનું યોગદાન કેટલું? જ્યાં સંશોધનની વાત આવે ત્યાં આપણો દેશ પાછળ શા માટે રહી જાય છે? ઇનોવેશન અને રિવોલ્યુશનમાં આપણું યોગદાન ખૂબ ઓછું શા માટે છે? ગ્રામોફોનથી લઈ સ્માર્ટફોનની યાત્રામાં ભારત કેમ ક્યાય નથી? થોડું વિચારશો તો ખ્યાલ આવશે કે આપણને જે અભ્યાસ આપવામાં આવ્યો છે તેમાં જ ક્યાંક ને ક્યાંક ખામી રહી ગઈ છે.
હરણ શિકાર બની શકે પરંતુ શિકાર કરી ન શકે! આપણે વિચારવાનું છે કે આપણે રિસર્ચ એન્ડ ડેવલોપમેંટમાં આગળ વધવું છે કે કોઈકની ટેક્નોલોજી ભારતમાં લાવીને એસેંબલ કરવામાં આગળ વધવું છે. હું માનું છુ કે આપણે મિસાઇલ અને સ્પેસમાં ઘણા આગળ છીએ, જે ગર્વની વાત છે પરંતુ આપણી જનસંખ્યાના આધારે આપણે અન્ય ઘણા ક્ષેત્રમાં આગળ હોવા જોઈએ.
એક વિરોધાભાસ હું તમને સમજવું, ‘યુએઇમાં જ્યારે બુર્જ ખલીફા બનાવવામાં આવી ત્યારે તે પ્રોજેકટ માટેના એંજિનિયર વેસ્ટર્નમાંથી બોલાવવામાં આવ્યા હતા પરંતુ તેના માટે મજૂરની જરૂરિયાત ઊભી થઈ ત્યારે ભારત, બાંગલાદેશ, શ્રીલંકા જેવા દેશ તરફ નજર નાખવામાં આવી. 70 વર્ષ પહેલા જાપાન, ચીન, જર્મની વગેરે આપણાં દેશ કરતાં પણ પાછળ હતા પરંતુ તે દેશો આજે આપણાં કરતાં ઘણા આગળ નીકળી ગયા છે. કેવી રીતે? શિક્ષણ! ગુણવત્તાવાન શિક્ષણ! કલ્પનાશીલ શિક્ષણ! તે તમામ દેશોએ ઇનોવેશનમાં આગળ રહેવાનો નિર્ણય લીધો.
આજે દેશમાં રોજગાર કરતાં બેરોજગાર વધારે છે, ગોખેલા જ્ઞાનના આધારે રોજગારી કેવી રીતે મળે? શક્ય જ નથી. આપણાં દેશમાં આજે પણ લેબર વર્ક ચાલે છે સ્કિલ વર્ક નહીં. જ્ઞાન કશું કામ નથી આવતું જ્યાં સુધી આપણાંમાં સ્કિલ ન હોય. મને બાઇક વિષે તમામ જ્ઞાન છે પરંતુ તેને ચલાવવા માટેની સ્કિલ નથી એવું જ કઈક આપણી શિક્ષણ વ્યવસ્થામાં છે. બાળકોમાં એવી સ્કિલ પહેલાથી સાઇડમાં આપતી જવી જોઈએ કે જેથી તે આગળ જતાં બેરોજગાર ન રહે.
શિક્ષણના નામે માત્ર એડમિશન લેવાથી કશું નહીં થાય, ગોખણપટ્ટીમાંથી બહાર નીકળી સ્કિલ અને ઇનોવેશન તરફ આગાળ વધવું જોઈએ જેથી નેક્સ્ટ પેઢીમાં આપણાં દેશનું યોગદાન બની રહે. એક ટાઈમ એવો પણ આવશે જ્યારે ટીવીનું મહત્વ કશું નહીં રહી એટલે યાદ રાખજો, ઇન્નોવેશન વિના આ સૃષ્ટિમાં ટકવું હવે ખૂબ જ મુશ્કેલ બની જશે.
આપણાં દેશની વિરાસત ખૂબ જ અમૂલ્ય છે, આપણાં ઋષિમુનિઓ સ્કિલ સાથેનું શિક્ષણ આપતા. જીવન જરૂરિયાત માટેના કામ શિષ્યોએ જાતે જ કરવા પડતાં. જે ઉત્તમ શિક્ષણ વ્યવસ્થાનો નમૂનો છે.
આપણાં દેશમાં અપાર શક્તિ છુપાયેલી છે જો તેનો યોગ્ય ઢંગે ઉપિયોગ કર્યો હોય તો. શાહજહાંનો ઇતિહાસ રટાવામાં રહેશો પાછળ છૂટી જશો.
Comments
Post a Comment