ભારતની સુવર્ણ બેટીયાં

આપણા દેશમાં મહિલા સશક્તિકરણની વાતો ખૂબ જ બહોળા પ્રમાણમાં થાય છે. સ્ત્રીઓ માટે નવી નવી યોજના બને છે અને સમાન અધિકાર માટે મીડિયામાં ડિબેટ થાય છે. સૌથી વધારે ચર્ચા ગેંગ-રેપ ઉપર થાય છે. ભારતની અંદર ઘણા કુ-રિવાજ, રૂઢિચુસ્ત નિતી-નિયમો વગેરે ઉપર  લગામ તાણવામાં સફળતા મળી છે, છતાં પણ દેશમાં ઘણી જગ્યાએ મહિલાઓને યોગ્ય સમ્માન નથી મળી રહ્યું, મહિલાને માત્ર બાળક પેદા કરવાના હેતુથી ઘરમાં બેસાડી રાખવામાં આવે છે, ત્યાં તેની આઝાદી રૂઢિચુસ્ત કાયદામાં પરતંત્રતામાં પલટાય જાય છે. ઘણા સમયથી હું આ મુદ્દા પર લખવા ઇચ્છતો હતો અને આજે ફાઇનલી લખી જ નાખું છું.
         વાતો બધા કરશે પણ બદલાવ ક્યારે આવશે?
(1) અરુનીમાં સિન્હા :-
જ્યારે પણ ખુદ પર વિશ્વાસ રાખવાની વાત મારા મનમાં આવે ત્યારે પહેલું નામ અરુનીમાં સિન્હાનું આવે. સાહસિકતા, પ્રબળ-મનોબળ સાથે “Never Give Up” ના ત્રિવેણી સંગમથી સર્જાયેલી તેની ખુમારીને દાદ આપવી પડે. ‘સ્ત્રી શું શું નથી કરી શકતી’ ને જો બાજુમાં મૂકી દેવામાં આવે અને ‘સ્ત્રી શું શું કરી શકે છે’ ની વાત કરવામાં આવે તો અરુનીમાં સિન્હા નામના જીવંત કિરદારમાંથી ઘણું કહી શકાય. જ્યારે પહેલી વખત મને અરુનીમાં સિન્હા વિશે થોડું ઘણું જાણવા મળ્યું ત્યારે તેને કાલ્પનિક ચિત્રમાં સમેટી લીધું પરંતુ જ્યારે અરુનીમાં સિન્હાના સ્વરથી પોતાની સાચી કહાની You Tube જેવા વિશાળ ચલચિત્ર માધ્યમથી સાંભળતા હું પણ ઘણું વિચારતો રહી ગયો, “આવી પણ વાસ્તવિકતા હોય શકે” તેવો અહેસાસ થયો.  1988 માં ઉત્તર પ્રદેશના નાનકડા ગામમાં જન્મેલી અરુનીમાં સિન્હાને ભારતનો સર્વ શ્રેષ્ઠ “પદ્મ-શ્રી” એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. અરુનીમાં સિન્હા ભારતની પહેલી અપંગ વ્યક્તિ છે કે જેણે માઉન્ટ એવરેસ્ટ પાર કર્યો હોય. તેની કહાની ખૂબ જ રોચક છે. અરુનીમાં સિન્હાએ ઈતિહાસ રચ્યો છે. જ્યારે પણ મહિલા સશક્તિકરણની વાત આવશે ત્યારે તેનું નામ મારા મને સર્વોચ્ચ હશે.
જ્યારે પણ આવી સાહસિક મહિલાની વાત થતી હોય ત્યારે ધર્મ કે જ્ઞાતિની વાત ન થવી જોઈએ. અરુનીમાં સિન્હા જેવી ઉત્કૃષ્ટ મહિલા મેં મારી જિંદગીમાં ક્યારેય નથી જોઈ. “જિદ્દી માણસ કંઈ પણ કરી શકે છે, જિદ્દી માણસ ઇતિહાસનો રટ્ટો નથી મારતો પણ ખુદ એક ઇતિહાસ રચે છે.
“ એક દિવસ અરુનીમાં સિન્હા ટ્રેનની અંદર મુસાફરી કરી રહી હતી, તે રાષ્ટ્રીય કક્ષાની બાસ્કેટબોલ પ્લેયર હતી. જ્યારે સંજોગો જ એવા કપરા બને ત્યારે કહાની નવા સિરેથી ગઠન પામે. ટ્રેનની અંદર બે-ત્રણ ગુંડાઓ આવીને તેને ઘેરવા લાગ્યા અને તેણે પહેરેલો ચેઇન ખેંચવા લાગ્યા. અરુનીમાં એક પ્લેયર હતી એટલે તેની રુચિ સ્વાભાવિક પણે તેનો સામનો કરવાની હોય જ. તેણે તે ગુંડાઓને માત દેવા તેનો વિરોદ્ધ કરવા લાગી પરંતુ તેમાં એક હદસો એવો થઈ ગયો કે, “તે ગુંડાઓએ અરુનીમાં સિન્હાને ટ્રેનના દરવાજેથી ધક્કો આપી દીધો. સંજોગો એવા કે તે જ ક્ષણે બીજી તરફથી એક ટ્રેન આવી રહી હતી જેના કારણે તેનો એક પગ પોતાના શરીરથી અલગ થઈ ગયો. ઘણા લોકોને ઉંદરથી પણ ડર લાગતો હોય છે અને આવા સમયે અરુનીમાં સિન્હાના શરીરમાંથી નીકળતા લોહીને ખોરાગ સ્વરૂપે લેવા ઉંદરો દોટ મૂકી રહ્યા હતા. ઘણી બુમો પાડી પણ તેનો કોઈએ અવાજ ન સાંભળ્યો. આખી રાત દરમિયાન 49 ટ્રેન તેની બાજુમાંથી ફટાફટ નીકળી ગઈ પણ કોઈ તેને વારે ન આવ્યું. થોડી કલ્પના તો કરો તમે કે, “એક પગ શરીરથી અલગ થઈ ગયો હોય અને ઉંદરો શરીરમાંથી લોહી ચૂસી રહ્યા હોય અને તમે રેલવે લાઇન પર આંટા મારતા ટબ્બા જેવા ઉંદરોને જોયા જ હશે, આવા સમયે કેવો દર્દ થાય!” સવારે ગામ લોકો ત્યાં આવે છે ત્યારે તે બે-ભાન હાલતમાં નજરે પડે છે, તે સમયે ગામવાસી તેને નજીકના એક હોસ્પિટલમાં સારવાર આપવા પહોંચાડે છે જ્યાં તેને ડોક્ટર તરફથી નવું જીવનદાન મળે છે. આ આખી ઘટના 12 એપ્રિલ 2011 ના દિવસે પદ્માવતી એક્સપ્રેસમાં થઈ હતી જે દિલ્હી તરફ આગળ વધી રહી હતી.
બે ત્રણ મહિના દરમિયાન પથારીમાં જ તે એક એવો કઠિન નિર્ણય લે છે કે, “હું માઉન્ટ એવરેસ્ટ શર કરીશ” જે કાયર-આળસુ માણસોનું કામ નથી. માઉન્ટ એવરેસ્ટ પાર કરવો તે નાની વાત નથી, શરીરથી તંદુરસ્ત માણસ પણ આવો નિર્ણય લેતા પહેલા સો વખત વિચાર કરે. જિદ્દી માણસ કંઈ પણ કરી શકે છે, જિદ્દી માણસ કલ્પનાને વાસ્તવિકતામાં ફેરવવાની હિમ્મત રાખે છે. બધા તેના નિર્ણયને મજાક સમજી રહ્યા હતા, ઘણા લોકો તેના પર હસી રહ્યા હતા, તેને મદદ કરવા કોઈ આગળ નહોતું આવી રહ્યું ત્યારે એક સ્ત્રી તેને મદદ કરવા આગળ આવી જેનું નામ છે “બચેન્દ્રી પાલ” બચેન્દ્રી પાલે 2011માં
માઉન્ટ એવરેસ્ટ શર કર્યો હતો, તે સાથે તે ભારતની પહેલી મહિલા બની ગઈ કે જેણે માઉન્ટ એવરેસ્ટ શર કર્યો હોય.  10:55 am on 21 May 2013 સમયે તે માઉન્ટ એવેરેસ્ટની ઊંચાઈ ઉપર હતી. ઘણી કઠિન પરિસ્થિતિમાંથી પસાર થઈને તેણે વિશ્વ ઇતિહાસ રહ્યો, જે ઇતિહાસ વાતોમાં નહીં પરંતુ શૈક્ષણિક પુસ્તકોના અધ્યયનમાં હોવો જોઈએ.”

(2) કલ્પના સરોજ :-
કલ્પના સરોજનો જન્મ મહારાષ્ટ્રના એક નાનકડા ગામ રોપરખેડામાં થયો હતો, બાળપણમાં તેણે સ્વપ્નમાં પણ નહીં વિચાર્યું હોય કે એક દિવસ તેને “પદ્મ શ્રી” થી નવાજવામાં આવશે. એવું માનવામાં આવે છે કે, ‘Hollywood Film “સ્લિમડોગ મિલિયેનર” કલ્પના સરોજના જીવનથી પ્રભાવિત થયેલ છે. પ્રણવ મુખર્જીના હસ્તે એવોર્ડ મેળવી રહેલ ખીલખીલાતી હસતી કલ્પના સરોજનું જીવન ઘણી મુશ્કેલીઓથી પરિવર્તિત પામેલ છે.
બધા પાસે ખૂબ જ ઓછો સમય હોય છે પરંતુ  ઇતિહાસ રચવા માટે તે સમય કાફી હોય છે જો સાચા હૃદયથી મહેનત કરવી હોય તો. માણસની માણસાય, તેના વિચારોમાં શુદ્ધતા, જ્ઞાનતા-અજ્ઞાનતા, સાહસિકતા, આત્મવિશ્વાસ વગેરે… તેની જાતિના આધારે ન પારખી શકાય. ડૉ. ભીમરાવ આંબેડકર પણ ખૂબ જ નીચલા વર્ણમાંથી આવેલ છે છતાં પણ તેણે ભારત જેવા વિશાળ દેશનું બંધારણ ઘડ્યું અને તે બંધારણ આજે વિશ્વમાં સૌથી મૂળભૂત પાયારૂપ માનવામાં આવે છે.
ભારતીય નારીમાં સહનશક્તિ ખૂબ જ વધારે છે. સીતાનું ઉદાહરણ પણ આમાં લઈ શકાય અને પદ્માવતીનું પણ. આપણે આપણા દેશને પણ “માઁ” કહીયે છીયે મતલબ કે એક નારી.
કલ્પના સરોજની વાર્તાને હું ગ્યાથા પણ કહી શકું અને વ્યથા પણ. ગ્યાથા એટલા માટે કે આવા ઇતિહાસ ખૂબ ઓછા પ્રમાણમાં રચાતા હોય છે અને વ્યથા એટલે આખી કહાનીમાં દુઃખની માત્ર વધારે છે…. “કલ્પના સરોજ જે વિસ્તાર કે જાતિમાંથી આવે છે ત્યાં છોકરીઓ માટે એવું માનવામાં આવે છે કે, ‘દીકરી એ જેરની પુડિયા કહેવાય’ જેથી તેને વિવાહિત કરી ‘ને માતા-પિતા પોતાનો બોજ ઓછો કરવાનું ઉચિત સમજે છે. કલ્પના સરોજના પિતા હવલદારની પોસ્ટ ઉપર પોતાની ફરજ બજાવતા, સમાજના દબાણને કારણે તેમણે કલ્પના સરોજના લગ્ન 12 વર્ષની ઉંમરમાં જ તેનાથી મોટી ઉંમરના એક વ્યકતી સાથે કરાવી દીધા જેથી કલ્પના સરોજ માત્રને માત્ર 7 ચોપડી જ અભ્યાસ કરી શકી. તે મુંબઈના ઝૂપડપટ્ટી વિસ્તારમાં (SLUM AREA) પોતાના સસુરાલ પરિવાર સાથે રહેતી, જ્યાં તેને ખૂબ જ પિતાવામાં આવતી (PHYSICAL ABUSE) નાની નાની વાત પર તેને મેણા લાગતા અને ઘણી વખત તેને જમવાનું પણ આપવામાં નહોતું આવતું. 12 વર્ષની ઉંમરમાં તે દર્દ ખૂબ જ ભયાવક હોય છે. છ મહિના પછી તેના પપ્પા તેને મળવા માટે સસુરાલ આવ્યા, ત્યાં તેણે પોતાની બેટીની ખૂબ જ ખરાબ હાલત જોઈને તેને ઘરે લઈ આવ્યા.
ગામના લોકોએ તેના વિશે ખરું-ખોટું બોલવાનું ચાલુ કરી દીધું, જાણે કે, ‘કલ્પના સરોજે ખૂબ મોટો ગુનો કરી દીધો હોય’ આખો સમાજ તેનાથી વિરુદ્ધમાં થઈ ગયો જેથી ખૂબ જ ખરાબ માનસિકતા નીચે કલ્પના સરોજે જિંદગી જીવવા કરતા મૃત્યુની પહેલી પસંદગી કરી અને તેણે દવા પી’ ને આત્મહત્યા કરી લીધી. પરંતુ ઈશ્વરની મરજી હશે કે તેને જીવન આપવું. 16 વર્ષની ઉંમરમાં તે ફરીથી મુંબઈની અંદર પોતાના કાકા સાથે રહેવા આવી ગઈ. આપણે આપણા બાળપણને વારંવાર વાગોળવાનો પ્રયત્ન કરીએ છીએ પરંતુ કલ્પના સરોજ માટે તેનું બાળપણ ખૂબ જ ઘાતક સાબિત થયું અને તેનું કારણ હું સમાજની ખરાબ વિચારધારાને માનું છું.
મુંબઈની મહેગાઈમાં બધાએ પોતાનું કામ કરવું જોઈએ તો જ ગુજરાન વ્યવસ્થિત રીતે ચાલી શકે. કલ્પના સરોજે રોજગાર મેળવવાનું મન બનાવી લીધું. તેને દિવસના બે રૂપિયા પગાર ધોરણે મળતા, તેની રુચિ સંચો ચલાવવામાં વધારે હતી પરંતુ તેના ડરને લીધે તે સંચો ચલાવી ન શકી જેથી તેને સોઈમાં દોરા પરોવવાનું કામ આપી દીધું. જે કામ મેળવવા પાછળ કલ્પના સરોજે તેના મેનેજરને ખૂબ જ આજીજી કરી. ધીમે ધીમે તેણે રીસેસની અંદર સંચો ચલાવવાનું ચાલુ કર્યું. તેને પહેલાથી જ સંચો ચલાવતા આવડતું જ હતું પરંતુ તેના ડરને કારણે તે સંચો ચલાવી ના શકી, થોડા જ દિવસમાં તેણે પોતાના ડરને માત આપી દીધી અને મીનેજરને આજીજી કર્યા પછી તેને સંચા પર બેસવાનો મૌકૉ પણ મળી ગયો…
તે પોતાના રોજગારથી ખૂબ જ ખુશ હતી પરંતુ સંજોગો એવા કે… તેના પપ્પાની નોકરી પુરી થઈ ગઈ એટલે કલ્પના સરોજે પોતાના પરિવારને મુંબઈ બોલાવી લીધા, જ્યાં તેના પપ્પાના પેંશનથી ઘર ચાલતું પરંતુ એક દિવસ તેની નાની બેન ખૂબ જ બીમાર પડી ગઈ, જેના ઈલાજ માટે ઘરમાં પૂરતા રૂપિયા ન હતા જેથી તેની નાની બહેનનું મૃત્યુ થઈ ગયું. કલ્પના સરોજને મોટો સદમો લાગ્યો. હવે, તેણે આગળ વધવાનું મન બનાવી લીધું, જે ઘટના તેની બહેન સાથે થઈ તે જ ઘટના જો પોતાની સાથે થાય તો? આવી વિચારધારાથી તેણે બિઝનેસ ચાલુ કરવાનું નક્કી કર્યું. તેને સંચો ચલાવતા સારી રીતે આવડતું હતું જેથી તેણે સિલાયનો ધંધો ચાલુ કર્યો. ધંધો ચાલુ કરવા માટે તેમની જાતિને મળતી સહાયમાં તેમણે 50 હજાર રૂપિયાની સહાય લીધી. જેમાં તેમને ખૂબ જ દિકકતનો સામનો કરવો પડ્યો. સરકારના ઢીલા રવૈયાથી તમે વાકેફ હશો જ!  સિલાયના ધંધાથી તે સંતુષ્ટ ન થયા એટલે તેમણે ફર્નિચરનો ધંધો પણ ચાલુ કર્યો. બીજી તરફ તેની જાતિના અન્ય લોકોને મદદ કરવા તેમણે NGO શરૂ કર્યું જેમાં તે સરકરી સહાયને લોકો સુધી પહોંચાડવાનું કામ કરતી જેથી તેના સંપર્કમાં ધીમે ધીમે વધારો થવા લાગ્યો. એક ભાઈએ તેમને એક લેખમાં પ્લોટ કલ્પના સરોજને વહેંચી દીધો. પરંતુ તે પ્લોટ કેસ કબાળામાં ફસાયેલ હતો જેથી ખૂબ જ મહેનતના અંતે તેમણે તે પ્લોટ પોતાના નામે કરી લીધો, તેના પગલે તેમણે રીયલ એસ્ટેટમાં પણ પગલું માંડ્યું. શહેરના ગુંડાઓ તેની કારકિર્દી આંખમાં ખૂંચી રહી હતી જેથી તેનું મર્ડર કરવાનો પ્લાન બન્યો પરંતુ તેના ભાગ્યમાં હજુ જીવન લખ્યું હતું, મુર્ડરની વાત કલ્પના સરોજના કાન સુધી પહોંચી ગઈ જેથી તેમણે હાર ન માનતા પોલીસની સહાય લીધી.
આગળ જતાં તે ‘દિવાલીયા’ થઈ ગયેલી કંપનીમાં જોડાઈ. તે ભારતની પહેલી કંપની હતી કે જેને મજૂર યુનિયન ચલાવતા હતા અને તે કંપની ઉપર 125 કરોડનું દેવું થઈ ગયું હતું પરંતુ તેની સુજ-બુજને કારણે તેણે તે કંપનીને ગ્રોથની ઊંચાઇયો સુધી લાવી દીધી જે કામમાં તેમને ખૂબ જ અથાક પરિશ્રમ, નીડર, આત્મવિશ્વાસ વગેરેની જરૂર હતી.
આજે કલ્પના સરોજનો Net Worth 112 Milion ડોલર છે. તેમણે તેના બેનર નીચે એક ફિલ્મ પ્રોડક્શન હાઉસ પણ ખોલ્યું છે. આ ઉપરાંત તે કામિની ટ્યુબ્સમાં CEO ની પદવી પર છે. આગામી સમયમાં કલ્પના સરોજના વ્યક્તિત્વ પર એક ફિલ્મ નિર્માણ પામવા જઈ રહી છે જેમાં કલ્પના સરોજની ભૂમિકા પ્રિયંકા ચોપડા નિભાવશે તેવું અનુમાન લગાડવામાં આવ્યું છે.

વર્ડ બેંકના એક રિપોર્ટ અનુસાર ભારતની GDP 7.5 ટકાના દરથી આગળ વધી શકે છે તેવું અનુમાન જાહેર કર્યું છે. રિપોર્ટમાં એમ પણ જણાવ્યું છે કે ભારતની અંદર રોજગારની તક વધારવાની જરૂરિયાત છે અને મહિલાની ભાગીદારીમાં વધોરો કરવો આવશ્યક છે. ભારતની અંદર શિક્ષણ ક્ષેત્રે, રમત ગમત ક્ષેત્રે, નેવી ક્ષેત્રે પણ મહિલાઓનું યોગદાન ધીમે ધીમે વધી રહ્યું છે.
કલ્પના સરોજની વાત થતી હોય અને “કલ્પના ચાવલાને” કેવી રીતે ભૂલી જવાય. કલ્પના ચવાલાને યાદ કરી તેના પર મને ખુબ જ ગર્વ થાય છે. આ ઉપરાંત “ ઝાંસીની રાણી” ની ગ્યાથા ખૂબ જ પ્રેરણા દાયક છે. સ્ત્રીઓમાં ખૂબ જ આત્મવિશ્વાસ છે, આપણે તેને સહયોગ કરીશું તો તે જરૂર આગળ વધશે બાકી તે તેના મનોબળથી તો જરૂર આગળ વધવાની જ છે.
એક ખૂબ જ ઉત્કૃષ્ટ રીતે શોર્ટ ફિલ્મ બનાવવામાં આવી છે જે તમારે ખૂબ જ વ્યવસ્થિત રીતે નિહારવી જોઇયે.
https://youtu.be/xODm3ZdOcFc

Comments