Raju's First Kiss In Surat__Chapter "A"




CHAPTER_ "A"


       ‘શહેરમાં પ્રેમ હોય છે કે પ્રેમમાં શહેર હોય છે’ આની સમજણ તો માત્ર પ્રેમી પંખીડાને જ હશે. હા, વાત માંડીને કહું… #The_City_Of_Sun એટલે કે સુરત શહેરમાં 400 કિલોમીટર દૂર આવેલ અમરેલીના એક નાનકડા ગામ ‘તોરણપુરમાંથી’ રાજુ મકવાણા રોજગારની શોધમાં આવ્યો.  પૈસાથી ગરીબ માઁ-બાપને જોઈ, ગામની સરકારી શાળામાં બાર ચોપડી ભણ્યા પછી કોલેજની પીપુડી વગાડ્યા વગર ત્રણ-ચાર રૂપિયા કમાવવાનો નિર્ણય લીધો. રાજુને સાચું માર્ગ-દર્શન આપવાના અર્થે આવેલ મામા-મામી, ફઈ-ફુફા અને ગામના દસ ચોપડી ભણેલ વડીલો સારું સારું જમીને ચાલ્યા ગયા પણ રાજુ ‘ન એક માંથી બે થયો કે ‘ન બાર માંથી પંદર. ગામના મોટા ભાગના યુવાનો સુરતમાં હીરા ઘસવા આવી ગયેલ એટલે ગામની સાચી વસ્તી દિવાળીના ટાણે જ દેખાતી, બાકીના સમયમાં તોરણપુરનો જોશ તેના ખેતરમાં દેખાતો અને તેની નિરાશા વહેંચાણ વખતે મંડીમાં જોવા મળતી… સુરતના વસવાટ તરફ આગળ વધતું ગામ દિવસેને દિવસે વૃદ્ધાવસ્થા તરફ આગળ વધી રહ્યું હતું, હાઈસ્કૂલમાં વિધાર્થી ઓછા હોવાને તેને તાળા લાગી ગયા, જો કે આજુબાજુના ગામની પણ આવી જ દુર્દશા હતી.
“હું એવી તે નદી છું, કે મારા અતૂટ પ્રવાહથી
સમુન્દ્રને જોશદાર-ભરાવદાર બનાવી દઉં છું.
હું એવું તે ગામ છું, કે મારા જોશીલા સાથીઓથી
મોટા શહેરને દરરોજ યુવાન ચેતના બનાવી દઉં છું”
      દિવસે સૂર્યના પ્રકાશથી ચમકતું સુરત, રાત્રે આધુનિકરણથી ચમકવા લાગતું. હવેથી રાજુ પણ આ શહેરનો બની ગયો અને ગામડાના વિચારોમાંથી બદલાતા શહેરની ઉલ્લાસ ભરેલી માનસિકતાને પામવા લાગ્યો. બધાની જેમ, રાજુને પણ સુરત સાથે પ્રેમ થઈ ગયો કરણ કે… જિંદગીના વિકાસ સાથે જિંદગી જીવવાની રાહ પણ આ શહેરમાંથી મળી રહેતી. રાજુએ શહેરમાંથી હીરા ઘસવાનો રોજગાર મેળવ્યો અને રહેઠાણ તેના ગામના મિત્રો સાથે રાખ્યું. આખો દિવસ હીરા ઘસવામાં જતો અને સાંજનો સમય ગપ્પા મારવામાં. અને જ્યાં મિત્રોની વાતો હોય ત્યાં મોજ-મસ્તીની શરણાઈ તો વાગતી જ હોય. આ શહેરમાં ધન પણ છે અને લાગણી પણ છે, સાચો-ખોટો એમ બંને વ્યવહાર પણ છે, અહીં સાદગી પણ છે અને અમીરાતની મહેફિલ પણ છે, અહીં વાતો પણ છે અને વાતોના વાવેતર પણ છે, અહીં સંબંધોનું મહત્વ પણ છે અને દુશ્મનીની ધાક પણ છે, અહીં સંસ્કાર પણ છે અને ખોબે ખોબે માણસાઈની વાતો પણ છે. આ શહેરના નાગરિક બની અને ખુદને ગૌરવ અપાવવાની વાત છે.
           સવારમાં દરેક મિત્રોને સિગારેટની સટ મારવાની ટેવ પડી ગઈ એટલે રાજુ પણ તેની સાથે સવારના સાત વાગ્યે મિત્રો સાથે દુકાન પર ઉભો રહેતો પણ સિગારેટ પીવાની હિંમત જ ના કરી. તે પાનના ગલ્લાની બાજુમાં એક દૂધની દુકાન પણ હતી, તે દુકાન પરથી દરરોજ તે જ સમયે એક છોકરી દૂધ ખરીદવા માટે આવતી… સવારમાં બધા મિત્રો સિગારેટની સટ મારતા હોય ત્યારે રાજુ આજુબાજુના વતાવરણનો અહેસાસ કરતો હોય અને આમ પણ ગ્રૂપમાં હોઈએ ત્યારે આપણા સિવાયના તમામ લોકો પોતાના કામ વ્યસ્ત હોય-વાતોમાં વ્યસ્ત હોય તો આપણી નજર વાતાવરણના અહેસાસ માટે ફરવા લાગે, જો કે આ સમયે બધા જ વ્યક્તિ ‘કાં તો કામ વિના મોબાઈલમાં ઘુસી જાય, કાં તો આજુબાજુ નજર ફેરવવા લાગે અથવા તો ખુદના વિચારોમાં વહી જાય. રાજુને ધુમાડો પસંદ ન હતો એટલે તે થોડો દૂર જ ઉભો રહેતો…
       દરરોજ દૂધ લેવા આવતી ‘પાયલ’ ને રાજુ એક નજરે જોઈ રહેતો, પાયલની ઉંમર પણ રાજુ જેટલી જ હતી, તેના ચહેરાની કોમળતા અને વાળની બે લટ બંને બાજુના ગાલ પર રાખવાની અદાથી સવારના કુમળા તડકાને કારણે વધારે સૌન્દર્યવાન લાગતી. આલિયા ભટ્ટના નાક જેવું નાનકડું નાક, શ્રુતિ હસનના હોઠ જેવા ગુલાબી હોઠ અને દીપિકાના ગાલ જેવા લિસા ગાલ… પાયલની સૌન્દર્યતાની વિશિષ્ટતા હતી જેમાં ખાલી ઐશ્વર્યા રાય બચ્ચનની આંખો જેવી આંખો ન હતી, છતાં પણ કાળી ભમ્મર આંખોએ રાજુને પાયલ તરફ વધુ આકર્ષિત કર્યો.  થોડા દિવસ સુરતમાં રહ્યા બાદ શરમાળ રાજુ શરમમાંથી બહાર નીકળી ગયો. રાજુ પણ શહેરના રંગમાં રંગાઈ ગયો હોય તેમ શિવાજીની દાઢીને અનુરૂપ પોતાની દાઢીને પણ ફેશનમાં લાવ્યો, ગામડાના ‘સાલીયા કટ’ વાળ ને બદલી ‘One Side’ વાળની ફેશનમાં બદલાય ગયો, જીન્સ-પેન્ટમાં પણ પૈસા નાખવા લાગ્યો. હવે, રાજુ ગામડાનો પોયરો નહોતો લાગતો, હવે તો શહેરનો જેન્ટલમેન બની ગયો. પાયલનું ઘર બરોબર તે દુકાનની સામે જ હતું, એટલે પાયલ તેના મમ્મી-પપ્પાના ડરથી આજુબાજુ નજર ફેરવવાનું ટાળતી.
         ધીમે ધીમે પાયલની નજર પણ રાજુની નજરમાં ભળવા લાગી, રાજુના કાનમાં શરણાયો વાગતી અને પાયલના સ્વપ્નમાં લગ્ન ગીતો બોલતા. હવે, રાજુ આમ તેમ નજર નહોતો ફેરવતો અને પાયલને દૂધ લેવામાં સમય લાગવા લાગ્યો…

“પ્રેમમાં શહેર હોય છે અને શહેરમાં પ્રેમ હોય છે,
એટલે જ શહેરના Café ધમ-ધમતા ચાલે છે….”

 “વારંવાર શાહરુખની દિલવાલે જોવાનું મન થાય છે… તો તમે પ્રેમમાં છો,
કિશોર દા’ ના સ્વરમાં ખોવાવાનું મન થાય છે… તો તમે પ્રેમમાં છો,
રાત્રીના ભયાવક સ્વપ્નોને ત્યજી ખૂબસુરતીના સ્વપ્નો નજરે હોય… તો તમે પ્રેમમાં છો,
તમને તમારા પ્રેમીની પ્રત્યેક ક્ષણે ચિંતા થાય છે… તો તમે પ્રેમમાં છો,
તમારા સંબંધને તૂટતા જોઈને હૃદયમાં દર્દ મહેસૂશ થાય છે… તો તમે પ્રેમમાં છો”

“To Be Continues…”
  Written By
Hardik Kapadiya

[વાર્તા હજુ અધૂરી છે, આગળની વાર્તા થોડા સમયમાં પછી રજૂ કરવામાં આવશે, તમે તમારા  પ્રતિભાઓ
મને E-Mail અથવા તો નીચે Comment આપીને આપી શકશો.
E-mail ID : hkapadiya366@Gmail.com]

Comments