Raju's First Kiss In Surat_Chapter "B"

પહેલો ભાગ વાંચવા માટે આ લિંક પર ક્લીક કરો.....

CHAPTER : "B"
પાયલે ‘સસુરાલ સીમર કા’ સિરિયલ જોવાનું બંધ કરી અને ‘પ્યાર તુને ક્યાં કિયા’ જોવા લાગી અને કાલ્પનિક વાર્તામાં તૂટતા પ્રેમને જોઈ આંખમાંથી આંસુ પાડવા લાગી, સોશિયલ મીડિયામાં યો યો હની સિંગનો મોટો ફેન ‘રાજુ’ અંકિત તિવારીના ‘ફેન લિસ્ટમાં’ પરિવર્તિત થઈ ગયો.
બંને પ્રેમીપંખીડાને સૂર્યના ઉદયનો સમય ગોખાય ગયો, દૂધ લેવા જવામાં આળસ કરતી પાયલ હવે ઉતાવળ કરવા લાગી. આખો દિવસ મસ્તી-મજાક કરતો રાજુ પ્રેમ-સંગીતના વહેમમાં એકાંત બનવા લાગ્યો.
બંને સમજી જ નહોતા શકતા કે, “આ પ્રેમ છે કે ખાલી વહેમ”
એક બીજાની નજીક જવાના પ્રયત્નો કરવા લાગ્યા, દૂધ લેવા આવતા પહેલા પાયલ અરીસામાં પોતાના જ વખાણ કરવા લાગી અને સીધો સાદો બિચારો રાજુ માથાના વાળમાં ‘સેટ વેક્સ’ ચોપડવા લાગ્યો, પરફ્યુમથી દૂર રહેનાર રાજુ પરફ્યુમનો દિવાનો બની ગયો.
રાજુમાં તો ‘હાય, હેલ્લો’ કરવાની પણ હિમ્મત ન હતી, છેવટે લેડીઝ ફર્સ્ટની રણનીતિ અપનાવી પાયલે પોતાના વ્હોટસએપ નંબર ચિઠ્ઠીમાં લખી રાજુ તરફ ફેંકી દીધી. રાજુના ત્રણ-ચાર મિત્રમાંથી એકને જાણ થઈ ગઈ, જો એક વખત લઠ્ઠાઓને આ વાતની ખબર પડી જાય એટલે તે લઠ્ઠા ગેંગને કંટ્રોલમાં લાવવી ખૂબ જ મુશ્કેલ. એકાંત બનેલ રાજુને વાંઢા મિત્રોનો ખલેલ પડવા લાગ્યો.
બિચારો એકલો રાજુ પણ શું કરે! મિત્રો તેમના પ્રેમની ગરિમા સમજે તો થાય ને.
સેક્સી જોક્સની શોધખોળ કરતો રાજુ પ્લેય સ્ટોરમાં શાયરીની એપ ફંફોળવા લાગ્યો. વ્હોટસએપના માધ્યમથી એકબીજાની વાત ફટાફટ શેર કરવા લાગ્યા. શબ્દો કરતા ઇમોજીમાં વાતો વધારે થતી.
તૂટેલા-ફૂટેલા ઇંગ્લિશ વાક્યોમાં થતી વાતો હવે શુદ્ધ ગુજરાતીમાં થવા લાગી હતી, ધંધાદારી શહેરમાં પણ પ્રેમ થતો હશે! બંને પ્રેમીપંખીડા એકબીજાને કસમ આપી આપીને સાચા પ્રેમની બાહેંધરી આપવા લાગ્યા. પાયલને પોતાના જ ઘરે કંટાળો આવવા લાગ્યો હતો. રાજુએ વાતવાતમાં જ લાઈવ ટુ લાઈવ મળવાની વાત પાયલ તરફ ફેંકી દીધી, રાજુને શું ખબર કે, “પાયલ ઘણા સમયથી તે જ રાહ જોઇને બેઠી હતી”
પાયલે ઘરમાં બહાનું કાઢીને રવિવારે મળવાનું નિશ્ચિત કરાવી લીધું. ટીવીમાં જાહેરાત જોઈને પાયલને ખુશ કરવા રાજુએ મેક્સફ્રેશથી બ્રશ કરવાનું શરૂ કરી દીધું, એક મહિના સુધી બેગમાં પડેલી નવી જોડને પહેલી વખત બહાર કાઢી, સેલેરીને પ્રેમી-ધીંગાણામાં.વેડફવા લાગ્યો. નવા ખરીદેલા કપડાંની સુગંધને અવગણી “ફોગ ચલ રહા હૈ!” જિંગલ લાઇનથી પ્રેરિત થઈને રૂમમેટનો ફોગ સ્પ્રે છાંટી લીધો.
‘મિત્રતા નિભાવવા બધા જ મિત્રો રાજુને શણગારવામાં લાગી ગયા!’ આ હસવાની વાત નથી, લઠ્ઠા પાર્ટીમાં આવું જ થતું હોય છે, આ સાચી વાત છે સાહેબ!
રિક્ષામાં મુસાફરી કરી સુરતના પ્રખ્યાત કેફે “કોફી કલ્ચરમાં” ચાલ્યા ગયા. પહેલી વખત થયેલા પ્રેમમાં રાજુ ઘાંઘો થઈ ગયો હતો એટલે મોંઘેરા કેફેમાં ગયો, પણ પહેલી વખત જ કેફેમાં ઘુચ્યો હતો! ઓર્ડર શું કરવો તે ખબર તો હોવી જોઈએ ને! પાયલ એટલી તો સમજદાર હતી કે તે બધું સમજી ગઈ અને કેસ ઠેકાણે પડ્યો! “બર્ગર, આલ્લુટિકી, કોક” કોમ્બો પેકમાં ઓર્ડર કર્યો. રાજુ હૃદયનો બહુ સારો માણસ એટલે ગધેડાને તાવ આવે તેવી વાતો કરીને પણ પાયલને મજા કરવી દીધી, પાયલનો તે સ્પેશ્યલ ડે બની ગયો. 
‘છોકરો-છોકરી ડેટ ઉપર જાય ત્યારે વુમન એમ્પાવરમેન્ટની વાત વચ્ચે ન આવે, બિલ તો છોકરાએ જ ચૂકવવું પડે!’ આ હસવાની વાત છે એટલે હસી લેજો.
આખો દિવસ તો કંઈ કેફેમાં કઢાય નહીં એટલે નજીકના ગાર્ડનમાં ચાલ્યા ગયા. ‘નવા નવા પ્રેમી પંખીડા બન્યા હોય અને તે એક નારીયેલમાં બે સ્ટ્રો નાખીને પાણી ના પીવે એમ તો ચાલે જ નહીં’ આવું જુનાજમનામાં વધારે થતું પણ અહીંયા રાજુનું કેરેક્ટર જ એવું છે તો શું કરવું!
ગાર્ડનમાં જઈ અને હાથમાં હાથ નાખી ધીમા સ્વરે વાતો કરવા લાગ્યા, નવા નવા મળ્યા હતા, એક મહિનો વ્હોટસએપમાં વાતો કરી હોય પછી વાતો કરવા નવા મુદ્દા ક્યાંથી કાઢવા. બંનેમાંથી કોઈને રાજનીતિમાં ઇંટ્રેસ્ટ તો હતો નહીં, નહીંતર તેમાં થોડી મથામણ કરી લેત.
પાયલે રાજુના સાથળ પર હાથ ફેરવ્યો પણ રાજુ આ બાબતમાં નાનું બચ્ચું હતો, તે કંઈ પાયલના ઈશારા સમજી શક્યો નહીં.
પ્રેમના પ્રવાહથી ઉભરતા હૃદયને કારણે મોટા બાકડામાં પાયલને બેસવા માટે જગ્યા ઓછી પડવા લાગી! એટલે જ તે રાજુની વધુ નજીક જવા લાગી. રાજુ પણ એવું જ કંઈક વિચારતો હતો, હવે… વાતો નહીં માત્ર ઈશારા ચાલતા હતા… સેકંડનો કાટો પોતાની જગ્યા બદલે તેના કરતાં ઝડપી તે બંને એકબીજાને ભેટી પડ્યા. આંખોમાં આંસુ ન હતા, ચહેરા પર ખુશીનો ભાવ છલકાતો હતો, તે બંનેમાં પ્રેમની આંતરિક શક્તિ છુપાયેલ હતી.
ધીમે ધીમે બંને છુટા પડ્યા, રાજુએ “આઈ લવ યુ” કહ્યું એટલે પાયલે પણ જવાબમાં “આઈ લવ યુ ટુ” કહી દીધું.
મને આજ સુધી એક વાત સમજણમાં ન આવી કે, ‘પ્રેમનો પ્રપોઝલ માત્ર અંગ્રેજીમાં જ અપાતો હશે!’ કોઈ પ્રેમી પંખીડા એમ કેમ નહીં કહેતા હોય કે “હું તને પ્રેમ કરું છું.”
પ્રેમ આંખો ઉપર છગદરિયા કરતો હતો. પાયલે પોતાનું મોં રાજુના મુખ પાસે લઈ ગઈ, પાયલે આંખો બંધ કરી દીધી, રાજુ આ ઈશારો સમજી રહ્યો હતો, રાજુથી આવા સમયે કન્ટ્રોલ ના થયો અને સ્વાભાવિક વાત છે કે કન્ટ્રોલ કરવો પણ ના જોઇયે.
“બંનેએ હોઠ ઉપર તગડું ચુંબન કર્યું” પહેલી વખત એક્સપિરિયન્સ થઈ રહ્યો હતો એટલે રાજુએ નર્મલ કિસ કરી ત્યારે તેને ‘ફ્રેંચી કિસ’ કરતા આવડતી ન હતી.
તે ક્ષણ બંને માટે ખૂબ જ સ્પેશ્યલ બની ગઈ, તે રાત્રે રાજુ આખી રાત જાગ્યો… તે મનમાં હસી હસીને થાકી ગયો હતો…
ડેટ પરથી રૂમ પર પાછા આવીએ ત્યારે ‘લઠ્ઠા પાર્ટી’ શું કરે છે તે બધાને ખબર જ હોય છે. 
જેણે પોતાની જિંદગીમાં પહેલું ચુંબન કર્યું હશે તે લોકો આ કહાનીને મજાકમાં નઈ લેતા મિત્રો! બાકી, લઠ્ઠા પાર્ટીને મારા નમસ્કાર!

Comments