રાષ્ટ્રહિતમાં આરક્ષણની સચોટ વાત
જ્યારે વાત આરક્ષણની થાય ત્યારે વાત સરદાર વલ્લભભાઈ પટેલની પણ થાય અને ડૉ. ભીમરાવ આંબેડકરની પણ થાય પરંતુ આજે હું આરક્ષણના મુદ્દા પર વાતચીત કરીશ છતાં પણ સરદાર પટેલ કે ડૉ. આંબેડકરની વાત નહીં કરું. તેનું કારણ માત્ર એટલું જ છે કે, ડૉ. આંબેડકરે ત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કાયદાઓનું ગઠન કર્યું હશે અને સમય સાથે સંજોગ પણ બદલાય છે અને પરિસ્થિતિ પણ. હું આ મુદ્દાને નિરપેક્ષ જોવા માંગુ છે, મારી વિચારધારા હંમેશને માટે દેશ હિતમાં રહેશે. બધા લોકો મારી વાતથી સહમત ન પણ થાય અને ઘણા લોકોને મારી વાતમાં થોડો અનુરોધ પણ હોયશકે જેથી તમે નીચે રહેલ કોમેન્ટ બોક્સ પર તમારા પ્રતિભાવો લખી શકો છે.
લગભગ બે વર્ષ પહેલાં ગુજરાતની અંદર અનામત આંદોલનની શરૂવાત થઈ, જો કે એક સચ્ચાઈ એમ પણ છે કે આ મુદ્દે ઘણા વિદ્યાર્થી અને વડીલોને શિકાયત હતી પરંતુ બધા લાકશાહીમાં પણ ચૂપ હતા. ઘણા વિદ્યાર્થી અનામતને કારણે થતા અન્યાય પર મિત્રો સાથે ચર્ચા પણ કરતા પરંતુ જ્યાં સુધી મુદ્દો આંદોલન સ્વરૂપે બહાર ન આવે ત્યાં સુધી તે મુદ્દો ન્યાયની પરિકલ્પનામાં દબાયેલો રહે છે.
બધાને ખબર જ છે કે હાર્દિક પટેલે કેવી રીતે આંદોલનની શરૂવાત કરી, એક દબાયેલા મુદ્દાને બહોળા પ્રમાણમાં ચર્ચાનો વિષય બનાવી દીધો. આરક્ષણ પર આજે મારે હાર્દિક પટેલ પર વાત કરવી જરૂરી છે. આ મુદ્દા પર હું ઘણા સમયથી વિચારતો હતો, થોડું ઘણું સમજવાનો પ્રયત્ન કરતો હતો અને સચ્ચાઈને સાપેક્ષે બધું કહેવા માંગતો હતો તેને પરિણામે મેં આ બ્લોગ લખવાનો નિર્ણય લીધો. હું પણ એક પાટીદાર છું, હું પણ આરક્ષણના મુદ્દાથી ખૂબ ગંભીર છું પરંતુ હું બધાના હક્કની વાત કરીશ, માત્ર એક જ્ઞાતિને અનુકૂળ હું વાત કરું તો અંધારમાં ઘા કર્યા બરાબર વાત થાય.
હાર્દિક પટેલ એક ખૂબ જ સમજદાર વ્યક્તિત્વ કહી શકાય, તેણે જન-હિતમાં મુદ્દો ઉઠાવ્યો. શરુવાતમાં મને તેની વાત ખૂબ જ પસંદ આવી, હું પણ પાટીદાર આંદોલનની સરાહના કરતો. મને યાદ છે કે સોશ્યિલ મીડિયા પર આ આંદોલનની શરૂવાત થઈ ત્યારે હું ખૂબ જ ઉત્સાહથી તેને શેર કરતો પરંતુ ધીમે ધીમે મહિનાઓ પછી હું થોડું-ઘણું સમજવા લાગ્યો અને અત્યારે હું તે આંદોલનને વ્યવસ્થિત રીતે સમજી શક્યો. મને લાગે છે કે હાર્દિક પટેલે તેનો પણ ફાયદો જોયો અને પાટીદારો સાથે વિશ્વાસઘાત કર્યો. રાષ્ટ્રહિતમાં તેનું વ્યક્તિત્વ સમાજ માટે ફાયદાકારક સાબિત ન થયું. આરક્ષણનો કાયદો આપણા સંવિધાનમાં છે જેના મુજબ 50 ટકાથી વધારે આરક્ષણ ન આપી શકાય. પાટીદાર અનામત આંદોલનમાં એક સાચી વાત પણ રખાય હતી કે “અમને OBC માં સ્થાન આપી દો” પરંતુ તેના માટે સરકાર સાથે પણ વ્યવસ્થિત રીતે બેઠક દ્વારા વાતચીત કરવી જોઈએ. સરકારના વિરુદ્ધમાં પણ બોલવું જોઇયે પરંતુ તેનું સમ્માન પણ કરવું જોઈએ. મારી જાણકારી મુજબ હાર્દિક પટેલને વાતચીત કરવા માટે સરકારે બોલાવ્યો હતો પરંતુ હાર્દિક પટેલનો ખરાબ રવૈયાને કારણે તે વાતચીત શક્ય ન બની.
જીતવા માટે ટિમ વર્ક ખૂબ મહત્વની વાત છે, ટિમ વર્કમાં સ્વાર્થવૃત્તિ ન હોવી જોઈએ અને ટીમનું નેતૃત્વ કરવું તે ખૂબ જ સાહસિક વાત કહેવાય જેમાં વટ-હુકમનો ભાવ ન હોવો જોઈએ, આ ઊપરાંત અન્ય કાર્યકર્તાને પ્રાધાન્ય આપવું જોઈએ. આ મુજબના કોઈ લક્ષણો હાર્દિક પટેલમાં જોવા ન મળ્યા, હાર્દિક પટેલના મેં ઘણા ઇન્ટરવ્યૂ જોયા તેની ઘણી વાત મને પસંદ આવી પરંતુ તેનું નેતૃત્વ ખૂબ જ સ્વાર્થવૃત્તિ પર હતું, મને લાગ્યું કે તે ખૂબ જ મનમાની કરવાવાળો વ્યક્તિ છે, ધીમે ધીમે એક આંદોલનને એક પાર્ટી વિરુદ્ધ બનાવી દીધું જે વાત મને હજમ ન થઈ, એક સમાજનો ઉપિયોગ કરીને આગળ વધવું તે સારી બાબત ન કહેવાય. ગુજરાતમાં એક હુલ્લડ પણ થયું પરંતુ હું આજે ત3ની ઉપર વાત કરવા નથી ઇચ્છતો કરણ કે તે અલગ મુદ્દો બની જશે. આંદોલનથી એક વાત ખૂબ જ સારી બની કે કડવા અને લેઉવા પટેલ એક થઈ ગયા પરંતુ બીજી તરફ સમાજને ઘણું નુકશાન પણ થયું છે.
આ વાતને હું એ. પી. જે. અબ્દુલ કલામ, ગાંધીજી, અને સરદાર વલ્લભભાઈ પટેલ સાથે જોડી શકું. આ તમામ મોટા નેતાઓનું વ્યક્તિત્વ જોવો, તમને તેમાં બલિદાનનો ભાવ જોવા મળશે. કલમ સાહેબ કરોડો રૂપિયા કમાવા સક્ષમ હતા છતાં પણ તેણે સાદગીમાં રહેવાનું પસંદ કર્યું. સરદાર વલ્લભભાઈ પટેલ વડાપ્રધાન આરામથી બની શકે તેમ હતા છતાં પણ તેણે તે પદવીનો ત્યાગ કર્યો, ગાંધીજી આશ્રમની જગ્યાએ મહેલોમાં પણ રહી શકે તેમ હતા પરંતુ આમ જનતાનો અવાજ બનાવા તેમણે પણ આમ-જીવન જીવવાનો નિર્ણય લીધો. બીજી તરફ હાર્દિક પટેલ જ્યારે જેલમાંથી છૂટ્યા ત્યારે તેમણે ઘણા કોંગ્રેસ નેતા સાથે મુલાકાત કરી. હવે, તમે થોડું સમજવાનો પ્રયત્ન કરો કે દેશમાં મુખ્ય બે જ પાર્ટી હોય અને તેમાંથી હાર્દિક પટેલ એક પાર્ટીની સાવ વિરોદ્ધમાં થઈ જાય તો શું સમજવું. હાર્દિક પટેલ અનામતના મુદ્દાને બાજુમાં મૂકીને એક પાર્ટીને પાડી દેવાની વાત કરવા લાગ્યો. બીજી તરફ તેનો સેક્સ વીડિયો વાયરલ થયો. હું માનું છું કે તે તેનો પર્સનલ મામલો છે પરંતુ તે સમાજનું નેતૃત્વ કરે છે ત્યારે તેણે ઘણો ત્યાગ કરવો જોઈએ જેમ ગાંધીજી, સરદાર પટેલ અને કલામ સાહેબે કર્યો.
તે એક યુવાવર્ગના જોશીલા નેતા છે! હવે, તો નેતા જ કહેવા પડશે. મારે તમને એક વાત સમજાવવી છે , હાર્દિક પટેલ જે પાર્ટીને ગુજરાતની સત્તા પર લાવવા ઇચ્છે છે અને તેનું માનવું છે કે જો તે પાર્ટી પાંચ વર્ષની અંદર પાટીદારોને અનામત નહીં આપી શકી તો તેને પણ પાડી દેશું. પહેલી વાત તો એ જ કે ગુજરાતમાં મુખ્ય કેટલી પાર્ટી છે, 2 જ છે. તો પછી ત્રીજો વિકલ્પ કોણ બનશે, શું ખુદ હાર્દિક પટેલ! તમે અતિથને જાય કરો તો તમને સમજાશે કે આરક્ષણની શરૂવાત માત્ર બે વર્ષ પહેલાથી નથી થઈ, આરક્ષણની વાત 2012 માં પણ થતી હતી જ્યારે કેન્દ્રમાં તે જ પાર્ટી હતી. હવે, જો તે પાર્ટી પર ભરોશો મુકવો મતલબ કે 5 વર્ષ અંધારામાં રહેવું, જેમ 2014 માં મોદી સરકારે વિદેશી કાળું નાણું ભારતમાં લઈ આવવાનો વાદો કર્યો હતો અને ગંગા શુદ્ધિ કરણ વિશે મોટી-મોટી વાતો કરી હતી. મતલબ કે પાંચ વર્ષ માટે કોઈ પર વિશ્વાસ રાખીને જનતા એ અંધારામાં રહી જવું. કોંગ્રેસ પાર્ટી ખુદ પોતાનું વર્ષો જૂનું અસ્તિત્વ ગુમાવી દેવાની કગાર પર છે તો તે આપણને અનામત અપાવશે તેવો ખોટો વિશ્વાસ કેવી રીતે કરવો. 2017 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાતિ આધારિત નમી ગઈ તે રાષ્ટ્રહિતમાં ન કહેવાય અને તેની મુખ્ય અસર આપણા વિકાસ ઉપર પડે છે. હાર્દિક પટેલ સમજદાર વ્યક્તિત્વ ધરાવે છે તો તેણે “NOTA” માં મત આપવાનું શા માટે ન કહ્યું. જાણકારી માટે કહી દવ કે “NOTA” માં મત આપવાથી આપણો કિંમતી મત કોઈ પણ ઉમેદવારને નથી જતો.
એક ગુંચવણ એમ પણ છે કે, ‘આપણા સમાજમાં ઘણા એડવોકેટ પણ હશે, તો ન્યાયાલયમાં જવાનો વિચાર કેમ ન થયો, એક એવી પિટિશન દાખલ કેમ ન થઈ કે જેમાં આપણને હક મેળવવાની વાત કહી ગઈ હોય અને સાથે લાખો પાટીદારોના હસ્તક્ષેપ હોય’ શુ આ શક્ય ન હતું? સંવિધાનના દાયરામાં રહીને આપણને હક મળે તેમ ન હતો?
વાત ત્યાં સુધી આવી ગઈ કે ઘણા લોકો હાર્દિક પટેલથી છુટા પડવા લાગ્યા એટલે આરક્ષણની મુખ્ય વાત ચૂંટણીમાં ગાયબ થઈ ગઈ. 2017 ની ચૂંટણીમાં પાટીદાર મુખ્ય ભૂમિકા ભજવી શકે તેમ હતા અને અનામતનો ન્યાય આધારિત માંગ પ્રબળ કરી શકે તેમ હતા પરંતુ ગંદી રાજનીતિમાં ફસાય જવાને કારણે કશું શક્ય ના બન્યું. હું એક જાગૃત નાગરિક હોવાને નાતે મારા સમાજને અંધારામાં ન નાખી શકું. આજે લોકશાહી તંત્ર છે એટલે જેને આપણે નેતા માની લઈએ છીયે તેની પાછળ કંઈ પણ સમજ્યા વગર ડોટ મુકવી ન જોઈએ. જાગૃત નાગરિક બનો, બધી તરફ નજર ફેરવો અને જોવો, સમજો કે આપણી સાથે સ્કેમ તો નથી થઈ રહ્યો ને! હાર્દિક પટેલે સરકારની વિરુદ્ધ લડવાની જરૂર હતી, કોઈ એક પાર્ટી વિરુદ્ધ નહીં! બાકી આપણને ના મોદી સમજશે કે ના રાહુલ ગાંધી, બધા પોતાનો ફાયદો જોશે અને આપણે આપણા હકની લડાઈમાં હારી જશું. જો કે એક વાત તો છે કે હાર્દિક પટેલ હીરો પણ બની ગયો અને નેતા પણ!
બીજી પણ મારી એક કલ્પના છે, આરક્ષણથી ઘણી જાતિ પ્રભાવિત છે અને બહોળા પ્રમાણમાં યુવાનો આરક્ષણને નાબૂદ કરવાની માંગ કરી રહ્યા છે. આરક્ષણથી તો ઘણી અન્ય જાતિને પણ અન્યાય થાય છે. OBC ના મારા ઘણા મિત્રોએ કહ્યું કે અમને સાચો લાભ તો મળતો જ નથી. મતલબ કે આરક્ષણ નાબુદી અભિયાન પણ થઈ શકે તેમ હતું!
આપણા દેશની એક કડવી હકીકત છે કે, સરકારનો માલ લૂંટી લેવો. મારો મતલબ એમ છે કે અત્યાર સુધી આપણા દેશના ઘણા લોકો ફ્રોડ કરીને ગેસની બોટલ સરકારના ચોપડેથી લઈ અને કાળા-બજારની ભાવમાં વહેંચી દેતા હતા, રાસનમાં પણ એમ જ થતું હતું, ખેડૂતને યુરિયા મળે છે તેમાં ફ્રોડ કરીને અન્ય લોકો યુરિયા પચાવી લેતા હતા મતલબ કે ખેડૂતના હકનું યુરિયા પણ તેને નહોતું મળતું. તેવી જ રીતે ઘણા એવા લોકો છે જેને હકીકતમાં આરક્ષણની જરૂરત જ નથી છતાં પણ આરક્ષણની નીતિ મુજબ પૈસા હડપી લે છે અને જરૂરિયાત મુજબના લોકો તેનાથી વંચિત રહી જાય છે. ઘણા કિસ્સામાં તો આરક્ષણના પૈસા કોઈક સંસ્થા જ ખાય જાય છે અને આ સચ્ચાઈ છે, કોઈક મીડિયાકર્મી આ મુદ્દા પર ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરશે તો તેને સચ્ચાઈ જાણવા મળશે.
એક સચ્ચાઈ એમ પણ છે કે આરક્ષણનો લાભ મેળવનાર વિધાર્થીને ગુણની હરીફાઈમાં પણ રાહત આપવામાં આવી છે, ઉદાહરણ તરીકે અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ માટે JEE ની પરીક્ષા પાસ (મતલબ કે JEE – advance પરીક્ષા આપવા માટે સક્ષમ) કરવા માટે 360 માંથી માત્ર 69 ગુણ જ મેળવવા પડે છે, Other Backward Class (OBC) ના વિધાર્થીને 91 ગુણ અને Open માં સમાવેશ થતા વિધાર્થીને 113 ગુણ મેળવવા પડે છે જેથી આવી જાતિ આધારિત કસોટીમાં SC-ST માં સમાવેશ થતા વિધાર્થી 69 ગુણ, OBC વાળા 91 ગુણ અને Open વાળા 113 ગુણના લક્ષ્યાંકને અનુરૂપ મોટા ભાગના યુવાનો મહેનત કરે છે જેની અસર એમ થાય છે કે તે પછાત વર્ગના યુવાનોમાં હરીફાઈ ખાસિયત ઓછી થતી થાય છે મતલબ કે જે આપણે ખોરાક આપીએ છીએ તેને કારણે જ ફૂડ પોઇજનિંગ થાય છે જે તે વ્યક્તિ માટે ભવિષ્યમાં ઘાતક સાબિત થઈ શકે તેમ છે.
હરીફાઈ હંમેશા બરાબર રાખો જેથી હરીફાઈમાં પણ મજા આવે. એક તરફ આપણે જાતિવાદથી દુર ભાગવાનો પ્રયત્ન કરીએ છીએ અને બીજી તરફ આપણે જ જ્ઞાતિ આધારિત વહેંચણી કરીયે છીયે. Open વર્ગનો દસમા ધોરણનો વિધાર્થી શું શીખ લેશે જો તેને આરક્ષણથી અન્યાય થતો હશે તો… આગળ જતાં તે પણ જાતિ આધારિત વાતો કરતો થઈ જશે. બદલાવ અત્યારથી લાવવો પડશે…
આરક્ષણની ચર્ચા હંમેશા “જાતિ આધારિત આરક્ષણ અને આર્થિક સ્તર આધારિત આરક્ષણ” ઉપર થાય છે. જાતિ આધારિત આરક્ષણનો હું વિરોદ્ધ કરું છું કરણ કે તેને કારણ સમાજમાં જાતિવાદનો વધારો થાય છે જે રાષ્ટ્રહિતમાં ન કહેવાય. જરૂરી નથી કે એક સમુદાયમાં તમામ લોકો અમીર જ હોય અને બીજા સમુદાયના તમામ લોકો ગરીબ જ હોય. મારો એક મિત્ર છે જે સૌથી શ્રેષ્ઠ જ્ઞાતિમાંથી આવે છે છતાં પણ તેના ઘરની પરિસ્થિતિ મારા કરતાં પણ ખરાબ છે.
આઝાદીના 70 વર્ષ બાદ પણ આરક્ષણ આપણા દેશમાં બહોળા પ્રમાણમાં છે, મતલબ કે સરકારે એ માનવું જોઇયે કે 70 વર્ષમાં જેટલો વિકાસ થવો જોઈએ તે નથી થયો, માથાદીઠ આવક તો ઘણી વધી ગઈ પરંતુ ગરીબોની સંખ્યામાં જેટલો ઘટાડો નોંધાવો જોઇયે તે નથી નોંધાયો. તેમાં તમામ પાર્ટીની સરકારનો સમાવેશ થાય છે. 70 વર્ષ પહેલાં જેટલી જ્ઞાતિ પછાત વર્ગમાં સમાવેશ થઈ હતી તેમાં તો આજે વધારો નોંધાયો છે તો આપણે શું સમજવું!
પછાત વર્ગના લોકોને આરક્ષણ મળવું જોઈએ કારણ કે ઘણા વર્ષોથી તેમને સમાનતાનો ન્યાય નથી મળ્યો, આજે પણ ગટરની સાફ-સફાઈ અને મૃત પશુને દફનાવવાની પ્રક્રિયા પછાત વર્ગના લોકોને ફાળવવામાં આવે છે, તેની પણ ઘણી મજબૂરી છે. ST (Schedule Tribes) અને SC (Schedule Cast) માટે શૈક્ષણિક સંસ્થામાં અનુક્રમે 7.5%, 15% સીટ ફાળવવામાં આવી છે આ ઉપરાંત તેને સરકાર દ્વારા ઘણા રૂપિયાની સહાય પણ પુરી પાડવામાં આવે છે, ગત વર્ષે 52,400 કરોડ અનુસૂચિત જાતિ (SC) માટે ફાળવવામાં આવ્યા અને 32,000 કરોડ રૂપિયા અનુસૂચિત જનજાતિ માટે ફાળવવામાં આવ્યા.
મારો મુખ્ય મુદ્દો છે, ‘પાયાવિહીન દ્રષ્ટિકોણ’ સાચી વાત એમ છે કે રાષ્ટ્રહિતમાં અને પછાત વર્ગના લોકો માટે માત્ર આરક્ષણ જ સાચો ઉપાય નથી કારણ કે દેશમાં આમ પણ બેરોજગાર યુવાનની સંખ્યા ખૂબ વધારે છે, પ્રાઇવેટ શિક્ષણની ખૂબ જ હોડ છે જેને કારણે આર્થિક રૂપે પછાત લોકો ફી ચૂકવવા સક્ષમ નથી અને આમ પણ આપણા દેશની શિક્ષણ વ્યવસ્થા ખૂબ જ કમજોર છે, મતલબ કે તે કોઈ પણ કક્ષાની ડીગ્રી મેળવી લેશે તો પણ રોજગાર વિના તેનો લાભ નહીં મેળવી શકે.
આધુનિકીકરણમાં જાતિ આધારિત આરક્ષણ બિલકુલ ખરાબ વ્યવસ્થા સૂચિત કરે છે કારણ કે આરક્ષણની નીતિથી એક પછાત જાતિને આગળ વધવા માટે સદીઓ લાગી જશે તેનું મુખ્ય કારણ દેશમાં બેરોજગારીનું વધતું પ્રમાણ છે. આરક્ષણની નીતિને બદલે “ઉત્કૃષ્ટ સર્વવ્યાપી શિક્ષણની” નીતિ લાવવામાં આવે જેના મુજબ આરક્ષણ પાછળ ખર્ચ થતા તમામ રૂપિયા પછાત વર્ગ માટેની યોજનામાં સરકારી શૈક્ષણિક સંસ્થાઓના નિર્માણ પાછળ ખર્ચ કરવામાં આવે અને શિક્ષણના સ્તરને ઊંચું લઈ જવામાં આવે તો ખૂબ જ થોડા વર્ષોમાં તે દરેક જ્ઞાતિ પોતાનો વિકાસ કરી શકે. 2016-17 માં ભારતીય છાત્રોએ અમેરિકી વિશ્વ વિદ્યાલયોમાં 42,835 કરોડ રૂપિયાનો ફી સ્વરૂપે ખર્ચ કર્યો જ્યારે બીજી તરફ ભારતીય ઉચ્ચ શિક્ષણનું કુલ બજેટ માત્ર 25000 કરોડ રૂપિયા છે.
આધુનિકીકરણમાં જાતિ આધારિત આરક્ષણ બિલકુલ ખરાબ વ્યવસ્થા સૂચિત કરે છે કારણ કે આરક્ષણની નીતિથી એક પછાત જાતિને આગળ વધવા માટે સદીઓ લાગી જશે તેનું મુખ્ય કારણ દેશમાં બેરોજગારીનું વધતું પ્રમાણ છે. આરક્ષણની નીતિને બદલે “ઉત્કૃષ્ટ સર્વવ્યાપી શિક્ષણની” નીતિ લાવવામાં આવે જેના મુજબ આરક્ષણ પાછળ ખર્ચ થતા તમામ રૂપિયા પછાત વર્ગ માટેની યોજનામાં સરકારી શૈક્ષણિક સંસ્થાઓના નિર્માણ પાછળ ખર્ચ કરવામાં આવે અને શિક્ષણના સ્તરને ઊંચું લઈ જવામાં આવે તો ખૂબ જ થોડા વર્ષોમાં તે દરેક જ્ઞાતિ પોતાનો વિકાસ કરી શકે. 2016-17 માં ભારતીય છાત્રોએ અમેરિકી વિશ્વ વિદ્યાલયોમાં 42,835 કરોડ રૂપિયાનો ફી સ્વરૂપે ખર્ચ કર્યો જ્યારે બીજી તરફ ભારતીય ઉચ્ચ શિક્ષણનું કુલ બજેટ માત્ર 25000 કરોડ રૂપિયા છે.
બીજી વાત એમ છે કે જાતિ આધારિત આરક્ષણને ખતમ કરી આર્થિક આધાર પર આરક્ષણની નીતિ લાવવી જોઇયે જેથી દેશના તમામ પછાત લોકોને પોતાનો હક મળી શકે. આ ઉપરાંત જાતિ આધારિત Reservation Quota ની જરૂર શા માટે છે?, મગજ હોશિયારી જાતિ આધારિત ન હોવી જોઈએ એવું હું માનું છું કારણ કે તેનાથી દેશને ઘણું નુકસાન એ વાતનું થાય છે કે સારા એમ્પ્લોયીને વિદેશમાં નોકરી કરવાની ફરજ પડે છે. જ્યાં સુધી આપણી શિક્ષણ વ્યવસ્થા નહીં સુધરે ત્યાં સુધી પછાત વર્ગને જરૂરિયાત મુજબ ફાયદો નહીં થાય. હકીકતમાં આપણે જાતિ આધારિત તમામ પ્રકારની નીતિનો પૂર્ણ વિરામ હોય શકે. તમામ જાતિ સમાન હકથી રહે, સંવિધાનમાં બધાને પોતાની મૂળભૂત હક મળી રહે. આપણે એ વાતને પણ સમજવી જોઇયે કે જો આરક્ષણને જાતિ આધારિત ન રાખવું હોય તો જાતિ આધારિત ગટર સાફ-સફાઈ વ્યવસ્થા, મંદિરોમાં પછાત જાતિઓની અટકાયત મતલબ કે જાતિ આધારિત તમામ કામમાં પણ પૂર્ણ વિરામ મુકાવો જોઇયે.
આરક્ષણ પર એક હિન્દી ફિલ્મ બની જે 2011 માં રિલીઝ થઈ હતી અને. તેનું નામ “આરક્ષણ” રાખવામાં આવ્યું હતું. તેનું દિગ્દર્શન પ્રકાશ જા એ કર્યું હતું અને તેમાં મુખ્ય ભૂમિકામાં “અમિતાભ બચ્ચન, મનોજ બાજપેયી, સૈફ અલી ખાન, દીપિકા પાદુકોણ” જેવા ઉમદા કલાકાર હતા. ફિલ્મમાં જાતિ આધારિત વાત કરવામાં આવી હતી, Reservation Quota ઉપર તંજ ખેંચવામાં આવ્યો હતો, આ ઉપરાંત સારી શિક્ષણ વ્યવસ્થા કેવી હોવી જોઈએ તેની પર વાત કરવામાં આવી હતી. ફિલ્મ ખૂબ જ સારી છે, એક વખત જોવી જોઇયે. અનામત આંદોલન પછી ગુજરાતીમાં ત્રણ-ચાર ફિલ્મો અનામત પર બની પરંતુ કંઈ ખાસ કમાલ ન કરી શકી.
એક તરફ જાતિને ધ્યાનમાં રાખીને પણ ચાલવું છે અને બીજી તરફ જાતિવાદને અટકાવવો પણ છે તો તે કેવી રીતે સંભવિત છે. પછાત વર્ગ પોતાના હક માટે લડાઈ કરશે, આંદોલન કરશે અને બીજી તરફ પ્રગતિશીલ જાતિ પોતાના હક માટે આંદોલન કરશે તો જ્ઞાતિવાદનો અંત ક્યારે આવશે. આવા મુદ્દા પર માત્ર રાજનીતિ થાય છે, રાજનેતા પોતાના વોટને બચાવવા માટે જાતિવાદ કર્યા કરશે પણ આપણે તો બદલાવું છે, મહાસત્તા બનાવું છે તો આમ કેવી રીતે મહાસત્તા બની શકાય.
જય હિંદ…
ભારત માતાની જય
Comments
Post a Comment