બેખૌફ - પ્રેમ કથા (Chapter A)

【પ્રસ્તાવના વાંચવા માટે આ લિંક પર ક્લિક કરો, પ્રસ્તાવના વાંચ્યા વગર આ કહાનીમાં આગળ વધવું ના જોઇયે http://therangmunch.blogspot.in/2018/02/blog-post.html?m=1】

‘શું પ્રેમ એક આદત છે કે કામવાસનાની ભૂખ!’ હું તો આ વાતને ખોટી માનું છું એટલે જ પ્રેમમાં વિશ્વાસ રાખું છું, જીવનમાં પ્રેમ હોવો જોઈએ તો જ જિંદગી જીવવાની માજા આવે. શા માટે આઠ ધોરણ પછી છોકરાઓ અને છોકરીઓને અલગ અલગ વિભાગમાં બેસાડવામાં આવે છે? શું શિક્ષકો એ સમજે છે કે, ‘ચૌદ પંદર વર્ષના છોકરા-છોકરી વધારે પરિપક્વ થઈ ગયા હશે કે તે કલાસમાં બેધ્યાન રહેવા લાગશે.’ હવે, એ તો શિક્ષક જ જાણે.
પ્રોટોન (ધન વિદ્યુતભારી) અને ઈલેક્ટ્રોન (ઋણ વિદ્યુતભારી) વચ્ચે આકર્ષન થાય છે એટલે જ પરમાણુ બને છે, આ કેમેસ્ટ્રીનો મૂળભૂત સિદ્ધાંત કહી શકાય. દુનિયામાં પણ તે જ સિદ્ધાંતનું પાલન થાય છે. સ્ત્રી અને પુરુષ વચ્ચે આકર્ષન થાય છે એટલે જ આ સૃષ્ટિનું નિર્માણ શક્ય છે. મહત્વની વાત સમજીએ હાઇડ્રોજનમાં એક પ્રોટોન (ધન વિદ્યુતભાર) છે પરંતુ ઈલેક્ટ્રોન (ઋણ વિદ્યુતભાર) નથી એટલે હાઇડ્રોજન કેટલો ખતરનાક વિસ્ફોટક છે, મતલબ કે વિજાતીય જાતિ વચ્ચે આકર્ષણ હોવું જોઈએ નહીંતર દુનિયામાં તબાહી મચી જાય.
ગુજરાતીમાં એક કવિતા છે કે, “લાડવો ખાઈને પણ પસ્તાવું અને લાડવો ન ખાઈને પણ પસ્તાવું.” હવે, જો તામને ખબર જ છે કે આપણે બંને તરફથી પસ્તાવનું જ છે તો પછી લાડવો ખાઈને મીઠાસ માણીને જ પસ્તાવું સારું ને!
તો આપણે આ કહાની ચાલુ કરીયે આપણા પહેલા પ્રકરણ દ્વારા, તો બેગમાંથી નોટ કાઢો અને નવા પણે લાખો…

“CHEPTER : A”
અગિયારમાં ધોરણના પહેલા પ્રકરણમાં આપ સૌનું સ્વાગત છે. પ્રેમ થવામાં હવે, ગણતરીના કલાકો જ રહ્યા છે… તો બધા જ તૈયાર છો આપણા નવા મીઠાસ ભર્યા પ્રેમ પ્રકરણ ને માણવા?
દોઢ કલાકના ફિઝીકસના લેક્ચરમાં વિવાનને ખૂબ જ કંટાળો આવતો હતો, આમ પણ દશમાં ધોરણના વેકેશનમાં ત્રણ મહિના મોજ મસ્તી કર્યા પછી કોને ભણવામાં મજા આવે. વિવાન પોતાના વિચારોમાં ખોવાય ગયો અને વેકેશનમાં જોયેલી ફિલ્મોને વાગોળવા માંડ્યો, વિચારોમાં ને વિચારોમાં પહેલો લેક્ચર પૂરો, પાંચ મિનિટ શિક્ષક મોડા આવ્યા ત્યાં ચારેય મિત્રોએ (વિવાન,ચેતન, કૃતાર્થ અને રાજેશ) મસ્તી ચાલુ કરી દીધી. અને હવે આવ્યા કેમેસ્ટ્રીના શિક્ષક, ‘રામ પ્રસાદ’
હવે, હું તમને શાળાનું ટાઈમ ટેબલ જણાવી દઉં, જેથી કરીને તમને આ કહાની સમજવામાં સરળતા રહે. અઠવાડિયામાં ચાર દિવસ જ કલાસ હોય જેમાં, ‘સોમ, બુધ, ગુરુ અને શનિ’ એક દિવસમાં દોઢ કલાકના મુખ્ય વિષયના કલાસ હોય અને એક કલાકમાં બે ગૌણ વિષયના લેક્ચર હોય અને મહત્વની વાત તમને જણાવી દવ, પહેલા બે દોઢ કલાકના લેક્ચર પછી અડધી કલાકનો નાનકડો બ્રેક હોય છે.
વિવાન જાગૃત અવસ્થાના સપાનમાંથી બહાર આવ્યો અને આમ તેમ ડાફોકીયા મારવા લાગ્યો, એક નજર છોકરીઓના વિભાગમાં ગઈ અને ત્યાં જઈ અટકી ગઈ, તેને જે કામ પહેલા લેક્ચરમાં કરવું જોઈએ તે કામ તેણે બીજા લેક્ચરમાં ચાલુ કર્યું, ‘છોકરીઓને તાડવાનું’
પ્રેમમાં પહેલી નજર તો મળવી જોઈએ, પછી જ નકકી થાય કે જોડી જામશે કે નહીં. વિવાને તેની બાજુમાં બેઠેલ કૃતાર્થને કહ્યું, “આપણું વર્ષ તો સુપર ડુપર હિટ જવાનું છે, આ વખતે ઘણા ફટાકા આવ્યા છે”
“હા ભાઈ, આ વખતે મારે તો સેટિંગ કરી જ લેવું છે કોઈ જોડે” કૃતાર્થે કહ્યું.
વિવાન કૃતાર્થને ખૂબ જ ધીમા અવાજે કહે છે, “ચિંતા ન કર, તારો ભાઈ અહીંયા બેઠો છે ને, તારું સેટિંગ હું કરાવીશ બસ”
“અબે ઘનચક્કર, પાદવાની પું નથી ને સેટિંગ કરાવવા નીકળ્યો છે, પહેલા તું તારું સેટિંગ કર બેટા” કૃતાર્થે વિવાનને ધીરો પડ્યો.
“તને તારા ભાઈ પર વિશ્વાસ નથી!”
“વિશ્વાસ તેના પર હોય જેનામાં કરવા માટે થોડી- ઘણી તેવડ હોય, તું તો છોકરીની નજીક જતા પણ દરે છે, ફટ્ટુ તેમાં”
“તું થોડી શાંતિ રાખ, હું બધું સમજીને કરતો હોવ બેટા”
“બસ હવે, રહેવા દે” કૃતાર્થે આમ જ કહ્યું.
“શરત મારવી છે તારે, આપણે બંનેમાંથી આ ક્લાસની કોઈ એક છોકરીને પહેલા કિસ કોણ કરે તે”
“હા, તો લાગી શરત ચાલ”
“હજાર હજાર ની!” વિવાન થોડો ઉત્સાહમાં આવી ગયો.
“અબે ઘનચક્કર, 500-500 ની રાખ”
“કેમ ડર લાગે છે?”
ત્યાં કેમેસ્ટ્રીના શિક્ષકે બંનેને ઉભા કર્યા અને તેને એક પ્રશ્ન પૂછ્યો, “લાકડું પાણીમાં શા માટે તરે છે, કેમ ડૂબી નથી જતું?”
બંને ચૂપ થઈ ગયા, પાંચમા ધોરણના છોકરાને આવડતો સવાલ દસમાં ધોરણમાં આવનાર બંને ખડુશને નહોતો આવડતો. બંને નીચું જોઈ ગયા ત્યાં તો આજુબાજુના ભણેશ્વરી વિદ્યાર્થી ઉત્સાહમાં આવી અને શિક્ષકને પ્રભાવિત કરવા માટે જવાબ આપવા આંગળી ઊંચી કરવા લાગ્યા.
“શરમ કરો, ક્યાં સ્કૂલમાં ભણ્યા છો તે એટલું પણ નથી આવડતું” રામ પ્રસાદે ટોન્ટ મારતા કહ્યું.
ત્યાં વિવાન બોલી ગયો, “સમર્થ ઇન્ટરનેશનલ સ્કૂલ” ત્યાં બધા હસવા લાગ્યા એટલે ફરીથી બંને નીચું જોઈ ગયા.
“ઓઝોનનું સૂત્ર આવડે છે?” રામ પ્રસાદે પૂછ્યું. બંનેને ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે તે નથી આવડતું તો ઓઝોનનું સૂત્ર શું છે આવડે.
“બેસી જાવ, તમે આર્ટસમાં પણ નથી ચાલો તેમ અને સાયન્સમાં આવી ગયા છો” રામ પ્રસાદે પહેલા જ દિવસે બંનેને આખા કલાસમાં હાંકી કાઢ્યા. શિક્ષકે આરોહીને જવાબ આપવા માટે કહ્યું.
આરુહી ઉભી થઇ અને બોલી, “લાકડાની ઘનતા પાણીની ઘનતા ઓછી હોવાને કારણે લાકડું પાણીમાં તરે છે અને ઓઝોનનું સૂત્ર O3 છે.”
બંને મુર્ગાની નજર આરુહી ઉપર ગઈ, બંનેને મનમાં થયું કે આ છોકરીને કિસ કરીને હું શરત જીતી જઈશ…
 (આશા રાખું છું કે મિત્રતામાં તિરાડ નહીં પડે, તમે શું કહો છો, તિરાડ પડશે કે નહીં તે કોમેન્ટ બોક્સમાં જણાવો, બીજું પ્રકરણ ખૂબ જ જલ્દી આવશે એટલે જમણી બાજુ પર Follow ના બટન પર ક્લિક કરી દો)

Comments