Dear Sister Latter


હેલ્લો ધર્મિષ્ઠા,

ડર લાગી રહ્યો છે! મારી જિંદગીથી, મારા સપનાથી અને અતિતમાં થયેલી મારી ભૂલોથી. ડર મારી મર્દાનગી સ્વભાવને શોભા નથી દેતો એવું તને લાગશેકેમ જાણે! તને આ પત્ર લખતી વેળાએ મારા શરીરમાં ધ્રુજારી ફરી વળી છે અને હ્રદય ભારે થઈ ગયું છે.
Image result for brother sister image
સપનાઓને સાકાર કરવાની મથામણમાં પરિવારથી મારી દૂરી ઘણી વધી ગઈ એનું ભાન આજે મને થયું છેભૂલો તો બધાથી થાય પરંતુ મારી ભૂલ તો માફી આપવા યોગ્ય પણ નથી. સપનાઓની માયાજાળમાં હું એવો ફસાઈ ગયો હતો કે ન પરિવારના દુઃખનો ભાગીદાર બની શક્યો કે ન તારી રાખડીની કિંમત ચૂકવી શક્યો. મારી ભૂલો તો હું સમજી જ ન શક્યો હોત જો ઊર્મિલા મને છોડીને ન ગઈ હોત. તને ખબર છે કે મારી ઘણી ગર્લફ્રેંડ્સ રહી છે પરંતુ તેમાંથી ઉર્મિલા મારા માટે ઘણી ખાસ હતીબાળપણમાં આપણા વચ્ચે જેવી મીઠાશ હતી એવી જ મીઠાશ અમારા સબંધોમાં હતી પરંતુ મારા મર્દાનગી સ્વભાવથી અકળાઈને તે મારાથી ઘણી દૂર ચાલી ગાઈ. તેના ગયા પછી મારા જીવનની તમામ અપેક્ષાઓ ચકનાચૂર થઈ ગઈ, જાણે જિંદગીમાં ખારાશ છવાઈ ગઈ હોય એવું લાગે છે. સબંધ આગળ દૌલત હારી ગઈ છે, ખૂબ જ સરસ મજાનું સજાવેલ ઘર ઘર નથી રહ્યું, ખાલી ખોખું બની ગયું છે. ધર્મીષ્ઠા, આજે હું હારી ગયો છું, સાવ એકલો થઈ ગયો છું, નથી જિંદગી રહી કે નથી સપનાઓ રહ્યાજાણે કે બધુ જ સમાપ્ત થઈ ગયું હોય! ક્યારેક તો એમ થાઈ છે કે દસ મંજિલા ઇમારત પરથી કૂદકો મારીને વાસ્તવિકતા સામે હાર સ્વીકારી લઉં, પરંતુ આત્મહત્યા કરવાની મારી હિમ્મત નથી. તને થતું હશે કે આજે પણ પોતાની વાતનો હવૌ બનાવવા લાગ્યો! મમ્મી-પપ્પાથી માંડીને બધા જ એવું કહેતા કે મારામાં લાગણી છે જ નહીં, અને આ વાત પર તો ક્યારેક તું પણ મેણાં મારતી. ત્યારે આ વાત મને બકવાસ જેવી લાગતી પરંતુ આજે એ જ વાત સાચી લાગવા માંડી છે. તને બિર્થડે પર મળેલી તમામ ચોકલેટ તું મને આપી દેતી, દિવાળી પર તારા ભાગના ફટાકડાની હું ચોરી કરી લેતો ત્યારે તે વાતની તને જાણ હોવાં છતાં અંજાન બનવાની કોશિશ કરતી, સાતમાં ધોરણમાં મારે જ્યારે સાઇકલ લેવી હતી ત્યારે તે પોતાનો ગલ્લો તોડીને મને સાઈકલ અપાવી હતી અને એવી તો કેટકેટલીય તારા તરફથી મળેલી મદદનું ઋણ હું ક્યારેય નહીં ચૂકવી શકું.
હા, હું માનું છું કે હું સ્વાર્થી છું, મારામાં લાગણીનો અભાવ છે, જિંદગીમાં હું ક્યારેય કોઈને મદદરૂપ નથી થઈ શક્યો પણ અત્યાર સુધી મારાથી થયેલી તમામ ભૂલો પર હું પશ્ચાતાપ કરવા માંગુ છું. હું જાણું છે કે મારી ભૂલો માફી યોગ્ય નથી, મેં તારી સાથે ખૂબ જ બર્બરતા પૂર્વક વ્યવહાર કર્યો છે. હું તારી જગ્યાએ હોવ તો હું પણ માફ ન કરું છતાં મારે એક કોશિશ કરવી છે.
મારા મિત્ર સાથે તારા લગ્ન કરવાની મારી વાતનો તે ક્યારેય અનાદર ન કર્યો, તે મારા પર ભરોશો રાખ્યો પરંતુ હું તારી જેટલો મહાન ન બની શક્યો, ધર્મીષ્ઠા. મને થયું કે મારો મિત્ર ખૂબ જ પૈસાદાર છે એટલે તને ક્યારેય દુખી નહીં કરે. મને મારા મિત્ર પર ખૂબ જ વધારે ભરોશો હતો પણ એ જ મારી સૌથી મોટી ભૂલ હતી. તે મારા માટે ઘણું બલિદાન આપ્યું છે, જે બલિદાનને હું પાત્ર જ ન હતો.
લગ્ન બાદ આપણી ઘણી ઓછી વાતો થતી અને જ્યારે પણ આપણી ફોન અથવા મેસેજ પર વાત થતી ત્યારે હું તારી વાત પર વધારે ધ્યાન ન આપી શકતો. મને ખબર છે કે તારે મને ઘણું બધુ કહેવું હતું પરંતુ હું મારા સપનાની માયાજાળમાં એવો તે ફસાય ગયો હતો કે પૈસા સિવાય બીજું કંઈ દેખાય જ નહોતું રહ્યું. તારા લગ્ન કરવાની એક ભાઈની જવાબદારી મેં નિભાવી લીધી છે, લગ્ન બાદ તું સુખી છે કે દુખી એ જાણવાનું મને ભાન જ ન રહ્યું કારણ કે મારામાં લાગણી હતી જ નહીં, મારુ હ્રદય કોમળ નહીં કઠણ હતું જે ધન-દૌલતને સમજી શકતું હતું. આજે પણ મને એ દીવસ યાદ છે જ્યારે હું તારા ઘરે આવ્યો હતો અને તે દિવસે તે મને ફરિયાદ કરી હતી કે, મારો મિત્ર તને ખૂબ જ પરેશાન કરે છે, તને માર મારે છે અને તેના ઘણી છોકરીઓ સાથે લફડા છે એટલે દરરોજ મોડી રાત સુધી બહાર રહે છે જેથી તે ડિવોર્સ માટેની વાત મને કરી હતી, તને મદદ કરવાને બદલે મેં જ તારામાં ઘણી ખામીઓ કાઢીને તને થપ્પડ મારી હતી. તે દિવસે પણ તું ચૂપ રહી હતી, મને મારા મિત્રની ખામીઓ નહોતી દેખાતી, તે મારા જીવનની સૌથી મોટી ભૂલ છે. તે ઘટના એ વાતનું પ્રમાણ આપે છે કે મારામાં લાગણીઓ છે જ નહીં. ક્યો ભાઈ પોતાની બનેનને થપ્પડ મારે એ પણ તેના સાસુ સસરાની સામે. તે ઘટનાનું સ્મરણ કરતાં મને મન થાય છે કે હું પોતાની જાતને જ થપ્પડ મારુ. હું તારા પ્રેમને ક્યારેય સમજી જ ન શક્યો. સાચા જીવનને છોડી લુભામણી જિંદગી પાછળ ગાંડો થયો હતો.
હું જ્યારે કોલેજમાં આવ્યો ત્યારે મારા ઘણા મિત્રો બનવા લાગ્યા અને નવા મિત્રોના ચક્કરમાં હું સાચા મિત્રથી દૂર થવા લાગ્યો, હમેશાં તું મારી નજીક આવવાનો પ્રયત્ન કરતી અને હું તારાથી દૂર ભગવાનો. આજે જ્યારે ઊર્મિલા મને છોડીને ચાલી ગઈ છે ત્યારે ઠેક એ વાતની સમજ આવી કે હું જ્યારે તારાથી દૂર જઈ રહયો હતો ત્યારે તને કેટલું દુખ થતું હશે.
તને કોઈનો સાથ ન મળ્યો એટલે અંતે તે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો, આ વાતના મને સમાચાર મળ્યા ત્યારે પણ મને તારા પર ગુસ્સો આવ્યો, મને હતું કે, કમજોર માણસ જ આત્મહત્યા કરે. પણ આજે સમજાણું કે જ્યારે આપણાં જ આપણી લાગણી ન સમજી શકે ત્યારે અંતે કોઈ વિકલ્પ નથી બચતો. મારો મિત્ર ખરાબ હતો એ વાત સમજવાનો મેં પ્રયત્ન જ ન કર્યો. તું જ્યારે હોસ્પિટલમાં દાખલ હતી, તારું આખું શરીર જ્યારે અગ્નિથી ઓગળી ગયું હતું ત્યારે પણ હું તારી પાસે ન આવ્યો, જે દર્શાવે છે કે હું ખૂબ જ વાહિયાત ભાઈ છું. આ વાત પ્રત્યક્ષ કહેવાની મારામાં હિમ્મત નથી એટલે તને પત્ર લાખીને કહું છું. હું ખૂબ જ બદલાય ગયો છું. હવે મારે મારા સપનાને નહીં, મારા સબંધને વધારે મજબૂત બનાવવા છે. હ્રદયમાં દૌલતની જિજ્ઞાસાની જગ્યાએ લાગણીઓ ઉમેરવી છે. તું ખૂબ જ મહાન છે ધર્મીષ્ઠા, મહેરબાની કરીને તું મને માફ ન કરતી.
લાગણીઓના શોધમાં નીકળેલો તારો ભાઈ વિશ્વાસ.

Comments