Indian Railway is on track || World class INDIAN RAILWAY 2020

【Blog સારો લાગે તો right side પર રહેલ follow પર click કરો.】
ભારતીય રેઈલ પ્રણાલી ધીમે ધીમે પટરી પર આવી રહી છે, અમેરિકા, ચાઈના અને રશિયા પછી ચોથું સૌથી મોટું રેલવે નેટવર્ક ભારત પાસે છે… 1,21,407 km ની રેલવે ટ્રેક, જે 67,368 km માં પથરાયેલ છે. ભારતીય broad gauge ની પહોળાઈ 1,676 mm ની છે. ને જો આવકની વાત કરવામાં આવે તો ભારતીય રેલ્વેની કુલ આવક Rs. 1.874 trillion (US $27 Billion) છે જેમાંથી કુલ કમાણી Rs. 64.25 billion (US $940 million) છે. આ તો થઈ ખાલી આંકડાની વાત પણ સાચે જ ભારતીય રેઈલ પટરી પર આવવા લાગી છે. હાલના રેલવે મિનિસ્ટર શ્રી. પિયુષ ગોયલ છે, દરરોજના 2,50,00,000 ભારતીય રેલવે મુસાફરોમાંથી ઘણાને રેલવે મિનિસ્ટરની જાણકારી નહીં હોય, જો કે twitter વાળાને તો એ પણ ખબર હશે કે પિયુષ ગોયલ પહેલા મોદી સરકારમાં શ્રી સુરેશ પ્રભુ રેલવે મિનિસ્ટર હતા.




એવું નથી કે ભારતીય રેલવે અત્યાર સુધી પછાત હતી, રેલવેને ઘણી ઉપલબ્ધી પહેલેથી જ મળી ચુકી છે જેમાં મહારાજા એક્સપ્રેસને (Indian Maharaja Express) ‘the most luxurious train of the world’s award આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ભારતમાં ઘણી અન્ય luxurious ટ્રેન છે જે વિદેશી ટ્રેનને સારી રીતે માત આપે છે, “Palace on wheels, Deccan Odyssey, Lifeline express, Royal rajasthan on wheels, The golden chariot અને Red ribbon express” બીજી ગર્વની વાત એ કે FAIRY QUEEN ટ્રેનને ‘Guinness book of world record' એનાયત કરવામાં આવ્યો છે.

હવે વાત કરીયે સામાન્ય ટ્રેનની, જેમાં ભારતીય રેલ્વેને ઘણા સુધારની જરૂર છે અને રેલવે તંત્ર તેમાં ઘણા કદમ ઉઠાવી રહ્યું છે, તેના વિશે આપણે વિવરણમાં જાણીએ.


(1) MONO AND METRO RAILWAY : મેટ્રો સિટીમાં મોનો અને મેટ્રો રેલવેની આવશ્યકતા ખૂબ જ વધારે છે, તેના પાયામાં મુખ્ય ફાયદો ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ અને ટ્રાફિક કંટ્રોલ છે. ભારતમાં સૌથી પહેલી મેટ્રોની શરૂવાત Kolkata માં 1984 માં કરવામાં આવી હતી જે આજે 27.22 km માં પથરાયેલ છે. મેટ્રો અને મોનો રેલ્વેના કારણે ટ્રાફિક ઘણું ઓછું કરી શકાય અને મુસાફરો પોતાનું ડેસ્ટિનેશન ઓછા સમયમાં અને ઘણા અંશે આરામ દાયક સ્થિતિમાં પૂર્ણ કરી શકે છે. આજે ભારતના દસ દેશમાં મેટ્રો ટ્રેનની શરૂવાત થઈ ચૂકી છે જેમાં, “Kolkata, Delhi, Bengaluru, Gurugram, Mumbai, Chennai, Jaipur, Kochi, Hyderabad અને Lucknow” હજુ તો શુરુવાત છે, બીજા ઘણા શહેરમાં મેટ્રો પ્રોજેક્ટ પર કાર્ય શરૂ થઈ ચૂક્યું છે.


(2) TRAIN-18 AND TRAIN-20 : ટ્રેન 18 અને ટ્રેન 20 એ ભારતની પ્રથમ engineless ટ્રેન છે. ટ્રેન 18 ને 2018 ના અંત સુધીમાં લોન્ચ કરવાની તૈયારી છે જેથી તેનું નામ ટ્રેન 18 રાખવામાં આવ્યું છે અને ટ્રેન 20 ને 2020 માં લોન્ચ કરવાની તૈયારી છે જેથી તેનું નામ ટ્રેન 20 રાખવામાં આવ્યું છે, ટ્રેન 20 ને અલુમિનિયમ ધાતુનો ઉપિયોગ કરીને બનાવવામાં આવશે. આ બંને પ્રકારની ટ્રેન સો ટકા MAKE IN INDIA દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે Integral coach factory – Channei માં. જે ભારત માટે ગર્વની વાત છે. ટ્રેન 18 ની સ્પીડ 180 km/h થી ટેસ્ટ કરવામાં આવશે અને આ પ્રકારની ટ્રેન શતાબ્દી એક્સપ્રેસની જગ્યા લેશે. આ પ્રકારની ટ્રેનનો બાહ્ય અવતાર વિકસીત દેશોની ટ્રેન જેવો હશે, એટલે હવે ટૂંક જ ગાળામાં આપણી ટ્રેનનો માહૌલ બદલાઈ જશે. આ ટ્રેનની ઘણી એવી ખાસિયત હશે જેનાથી મુસાફરોને ખૂબ જ આનંદમય મહેસુસ થશે અને થડકાઓથી પણ ઘણી રાહત મળશે.

(3) BULLET TRAIN : બુલેટ ટ્રેન તો ચર્ચાનો વિષય રહી ચુકી છે એટલે તેના વિશે તો બધાને ખબર જ હશે. મારા મત મુજબ bullet ટ્રેનની જરૂરિયાત ભારતને ખૂબ પહેલા હતી. જરૂરિયાત એટલા માટે કે ગરીબોને પૈસા આપીને ભારતની ગરીબી દૂર નહીં થાય પરંતુ નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ધંધાદારી અને અન્ય સ્માર્ટ લોકોને વધારી સુવિધા આપી શકાય કે જેનાથી તે વધુ ગ્રોથ કરી શકે અને તેનો ફાયદો ભારતને ટેક્સ દ્વારા થાય જેથી ધીમે ધીમે ગરીબીનું સ્તર પણ ઊંચું આવે. Bullet ટ્રેનથી આપણને આર્થિક રીતે ખૂબ જ ફાયદો થશે. બુલેટ ટ્રેન એક દરવાજો બની શકે છે આપણી ટ્રેનની નવી દિશા રૂપે. તમે 25 વર્ષ પછીનું પણ વિચારી રહ્યા છો તો તમને ઘણો ફાયદો દેખાશે કારણ કે આપણું ભવિષ્ય સમય પર જ આધારિત હશે, પૈસા કરતા સમય બચતની વધારે જરૂર લાગશે. ટ્રેનનું અદભુત ભવિષ્ય બનાવવા માટે આજે એક નાનકડી શરૂવાત તો કરવી જ પડે, જે આપણી શાન પણ વધારશે અને ઇકોનોમી પણ. બાકી ગરીબીના રોદણાં રોવાથી કશું હાંસલ નથી થવાનું જેમ અત્યારે નથી થયું.





(4) Hyperloop One : 21 મી સદીની એકદમ આધુનિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ કહીયે તો પણ ચાલે કારણ કે hyperloop one ઉપર શોધખોળ ચાલી રહી છે. વિશ્વમાં ત્રણ દેશોમાં hyperloop one પ્રોગ્રેસ પર છે, ‘Dubai-abu dhabi, Mumbai-Pune અને Los Angeles – las vegas’ મતલબ આ ત્રણ દેશમાં આપણો ભારત દેશ પણ શામિલ છે, ગર્વની તો વાત કહેવાય જ ને! શું ખબર વિશ્વની સૌથી પ્રથમ hyperloop one ભારતમાં જ તૈયાર થઈ જાય. એપીજે અબ્દુલ કલામે સાચું કહ્યું હતું, ’19 મી સદી બ્રિટીશની, 20 મી સાદી અમેરિકાની અને 21 મી સદી ભારતની’ Hyperloop ની સ્પીડ 1080 km/h ની રહેશે જેના માટે ટેસ્ટિંગ પણ કમ્પ્લીટ થઈ ચૂક્યા છે. Hyperloop માં અલગ અલગ પોડ હશે જે એક ટનલ (ટ્યુબ) માંથી ચાલશે એટલે શૂન્યઅવકાશમાં ઘર્ષણ નહીં લાગે. જેનો આધુનિક hyperloop નો વિચાર elon musk એ આપ્યો છે. જોઇયે Hyperloop one project ભારતને કેટલો ફાયદો અપાવે છે. ભારતમાં આ પ્રોજેક્ટ મુંબઈ અને પુણે વચ્ચે શરૂ છે તમને જાણીને આશ્ચર્ય થશે કે hyperloop દ્વારા મુંબઈથી પુણે પહોંચવામાં માત્ર 13 મિનિટનો સમય લાગશે. હવે, વિચારો Bullet train કે hyperloop one? પણ ઘણા લોકો તો હજીએ કહેશે કે ‘આપણા દેશમાં ગરીબી છે Bullet train કે hyperloop one કંઈ ના જોઇયે, આપણે તો લોકલ જ ચાલે.’


(5) WESTERN AND EASTERN DEDICATED FREIGHT CORRIDOR :  WDFC અને EDFC પ્રોજેક્ટ ભારતના ભવિષ્ય માટે ખૂબ જ ફાયદા કારક સાબિત થશે. Fright corridor સામાનના હેરફેર માટે એક અલગ railway corridor તૈયાર કરવા માટેનો પ્રોજેક્ટ છે. અત્યાર સુધી આપણા દેશમાં સામાન અને મુસાફરો માટે એક જ ટ્રેકનો ઉપિયોગ થતો, જે ટ્રેક પર મુસાફર ટ્રેન ચાલતી હોય તે જ ટ્રેક પર સામાન હેરફેર કરતી ટ્રેન પણ ચાલતી હોય છે જેથી ગૂંચળા જેવા નેટવર્કમાં ઘણી ટ્રેન તેના ડેસ્ટિનેશન પર લેટ પહોંચે જેનું નુકશાન બધાને થતું. આ મહાપરેશાનીને પહોંચી વળવા માટે આ પ્રોજેક્ટ પર કામ ચાલુ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટથી દેશને ઘણો લાભ થશે જેને તમારે ઊંડાણથી જાણવું જોઈએ જો માહિતી એકઠી કરવાનો રસ હોય તો. WDFC પ્રોજેક્ટ 1599 km માં છે અને EDFC પ્રોજેક્ટ 1839 km માં પથરાયેલ છે જેના માટે કુલ 81,459 crore Rs. ખર્ચવા પડશે. આ પ્રોજેક્ટનું ઉદ્દઘાટન થઈ ચૂક્યું છે એટલે આગામી સમયમાં ભારતીય ઇકોનોમીમાં આ પ્રોજેક્ટનો ઘણો ફાળો થશે અને પરોક્ષ રીતે રેલ્વેમાં મુસાફરી કરતા તમામ લોકોને પણ ઘણો ફાયદો થશે.
ભારતમાં રેલ્વેની શરૂવાત અંગ્રેજો એ કરી હતી પોતાના સ્વાર્થ માટે પરંતુ તેનો સ્વાર્થ આજે આપણને ફાયદારૂપ સાબિત થયો છે અને આગળ પણ થશે. ભારતમાં પ્રથમ પેસેન્જર ટ્રેન 16 april 1853 bombay (બોરી બૅંડર) અને thane વચ્ચે શરૂ કરવામાં આવી હતી જેની ક્ષમતા 400 પેસેન્જરની હતી.

Comments